સુરત: ચોમાસાની સીઝન શરૂ થતા જ સુરતમાં લોકોના આખોમાં કન્ઝેક્ટિવાઇટિસનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં રોજના 100 થી 120 દર્દીઓ આવી રહ્યા છે. તે પ્રકારની સ્થિતિ ખાનગી હોસ્પિટલમાં પણ જોવા મળી રહી છે. સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય દિવસોની સરખામણી માં હાલમાં 40% જેટલા દર્દીઓ વધુ આવી રહ્યા છે. દરવર્ષે ગંભીર બીમારી નથી ચોમાસામાં સામાન્ય રીતે કન્ઝેક્ટિવાઇટિસનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ વર્ષે સામે આવી રહેલો એડીનો વાયરલ કન્ઝેક્ટિવાઇટિસ વધુ ચેપી હોવાથી એક દર્દીમાંથી બીજા દર્દીમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
"હાલ જે ચોમાસાની સિઝન ચાલી રહી છે તેમાં અમારે ત્યાં કન્ઝેક્ટિવાઇટિસ ના એટલેકે આખો આવના રોજના 100 થી 120 દર્દીઓ આવી રહ્યા છે.અને આ વખતે આ પ્રકારના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે.આ આખા આવી તેનું ફેલાવાનું મુખ્ય કારણ એ છે કે, તે ચેપથી ફેલાય છે. એટલે કે જે વ્યક્તિને આંખો આવી હોય તે વ્યક્તિની તમામ વસ્તુઓ જેમકે, તેમનું રૂમાલ , ટુવાલ, પેન, પર્સ કાંતો પછી અન્ય વસ્તુઓને આપણે અડીયે તો આપણને પણ તે ચેપ લાગવાની સંભાવનાઓ વધારે હોય છે.-- ડૉ.પ્રીતિ કાપડિયા
હાથ ધોઈ લેવા જોઈએ: કન્ઝેક્ટિવાઇટિસ તે બે પ્રકારના હોય છે તેમાં બેક્ટેરિયા અને વાયરલના કારણે થઈ રહ્યા છે. વધુમાં જણાવ્યું કે, આ પ્રકારની સ્થિતિમાં જો તમારા ઘરમાં આ પ્રકારનો કોઈ વ્યક્તિ હોય તો તમારે તેઓનેજે રીતે સારવાર આપવામાં આવતી હોય અહીં અને ખાસ કરીને કન્ઝેક્ટિવાઇટિસ તે બે પ્રકારના હોય છે. તેમાં બેક્ટેરિયા અને વાયરલના કારણે થઈ રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાંથી ડોક્ટર દ્વારા જે રીતે દવાઓ લખવામાં આવી હોય કાંતો પછી જે ટીપા આપવામાં આવ્યા હોય તે વ્યક્તિને આપી દેવાનું અને દવા આપતાં પેહલા અને આપ્યા બાદ તરત હાથ ધોઈ લેવા જોઈએ
મેન ટ્રીટમેન્ટ: તેઓની તમામ ચીજ વસ્તુઓ અલગ રાખવી. ડોક્ટરની સલાહ મુજબ દરરોજ આખોમાં ટીપા નાખવા સાવચેતી એજ તેની મેન ટ્રીટમેન્ટ છે. તેના લક્ષણોની વાત કરવામાં આવે તો, આ પ્રકારના દર્દીઓની આંખો લાલ થવી, પાણી આવવું. આંખોમાં ખુંચવુ આંખમાં ચીપડા આવવા પાપણને સોજો આવે તે આખો આવી સૂચવે છે. ડૉ.પ્રીતિ કાપડિયાએ આ તમામ માહિતી આપી હતી.