ETV Bharat / state

Snatchers Killed Youth In Surat : સુરતમાં સ્નેચરોએ મોબાઇલ માટે યુવકની કરી હત્યા, ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ - સુરતમાં સ્નેચરોએ મોબાઇલ માટે યુવાકની હત્યા

સચિન વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મોબાઇલ લૂંટ કરવા માટે આવેલા ત્રણ લોકોએ શ્રમિકની ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટના કેદ થઈ છે. એટલું જ નહીં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે. જોકે છેલ્લા 24 કલાકમાં સચિન વિસ્તારમાં ત્રણ મોબાઈલ લૂંટની ઘટના બની હતી.

Snatchers Killed Youth In Surat : સુરતમાં સ્નેચરોએ મોબાઇલ માટે યુવકની કરી હત્યા, ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ

author img

By

Published : Apr 12, 2023, 6:23 PM IST

Snatchers Killed Youth In Surat : સુરતમાં સ્નેચરોએ મોબાઇલ માટે યુવકની કરી હત્યા, ઘટના થઈ સીસીટીવી કેમેરામાં કેદ

સુરત : શહેરના સચિન વિસ્તારમાં મોબાઇલ સ્નેચરનો આતંક જોવા મળી રહ્યો છે. મોબાઈલ સ્નેચર્સ આતંકના કારણે હત્યાનો બનાવ પણ બન્યો છે. સુરતના એક ટેક્સટાઇલ યુનિટમાં કામ કરનાર કર્મચારી લઘુસંકા માટે જ્યારે બહાર આવ્યો અને મોબાઈલમાં વાત કરી રહ્યો હતો. ત્યારે બાઈક પર આવેલા 3 અજાણ્ય લોકોએ મોબાઈલ સ્નેચિંગનો પ્રયાસ કર્યો હતો. જ્યારે કર્મચારીએ પ્રતિકાર કર્યો તો તેને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી આ લોકો નાસી ગયા હતા. હુમલામાં કર્મચારીનું મૃત્યું નીપજ્યું હતું.

મોબાઈલ સ્નેચિંગની કોશિશ : સચિન વિસ્તાર ખાતે આવેલા સુડા સેક્ટર નજીક રહેતા અને સાડીના કારખાનામાં કામ કરનાર સની ચૌહાણ રાત્રે આશરે 12:30 ની આસપાસ લઘુશંકા માટે કારખાનાથી બહાર આવ્યા હતા. તે દરમિયાન બાઈક પર અચાન કત્રણ લોકો આવી પહોંચ્યા હતા અને મોબાઈલ સ્નેચિંગની કોશિશ કરી હતી. તે દરમિયાન સનિએ પ્રતિકાર કરતાં ત્રણેય સની પર જીવલેણ હુમલો કર્યો હતો. તેના પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી તેઓ નાસી ગયા હતા. આ સમગ્ર પ્રકરણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

આ પણ વાંચો : Porbandar News : કુતિયાણામાં સરકારી અનાજને બારોબાર વેચી મારવાનું કૌભાંડ, 4 આરોપીની અટકાયત

એસીપી આર.એલ.માવાણીએ જણાવ્યું હતું કે, હોજીવાલા રોડ નંબર 15 ઉપર રાધે ટ્રેડર્સ નામની કાપડની ફેક્ટરી આવી છે, ત્યાં કામ કરનાર મૃતક સની લઘુશંકા માટે બહાર નીકળેલો એ સમયે તે પોતે મોબાઇલ ઉપર વાત કરી રહ્યો હતો. તે સમયે મોટર સાયકલ ઉપર 3 લોકો આવ્યા અને તેનો મોબાઈલ લૂંટ કરવાના ઈરાદાથી તેના ઉપર હુમલો કર્યોહતો. મૃતકે પ્રતિકાર કરતા તેણે તીક્ષ્ણ હથિયારથી ઇજાઓ પહોંચાડી હત્યા કરી હતી. આ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે.

આ પણ વાંચો : Nadiad News : નડિયાદમાં મસાલા ભેળસેળ કૌભાંડમાં સરકારની કાર્યવાહી, 12 મસાલાના સેમ્પલ લઇ લાખોની કિંમતનો જથ્થો જપ્ત

સીસીટીવી ફૂટેજના આધારે તપાસ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ પ્રકારના બે બનાવો બનેલા છે એમાં પણ મોબાઇલ ચોરવાની કોશિશ અને જે બીજો બનાવ બન્યો છે તેમાં મોબાઈલ ચોરી લૂંટ કરી ત્રણ લોકો ભાગી ગયેલા છે. રાત્રિ દરમિયાન અધિકારીઓ અને અન્ય પોલીસ કર્મચારીઓ નાકાબંધી કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફૂટેજના આધારે પણ તપાસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.