સુરત: વફૂલપાડા અશ્વની કુમાર સોસાયટીમાં નાની બાળકીને ગાલ પર (surat dog bitten girl on cheek) શ્વાનએ બચકું ભર્યું હતુ. નાની બાળકી ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. શ્વાન દ્વારા નાની બાળકીને કારડવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ (Surat Dog Attack on girl cctv) થઈ છે. તાત્કાલિક શ્વાનને પકડવા અધિકારીને જાણ કરી હતી. ટીમ દ્વારા શ્વાન પકડવાનું ઓપરેશન પાર પાડ્યું. વિસ્તારના લોકો દ્વારા( girl was bitten on the cheek by a dog) અધિકારી અને તેમની ટીમનો ખુબ ખુબ આભાર માન્યો હતો. ઇજાગ્રસ્ત બાળકીની હાલ સારવાર ચાલી રહી છે અને સર્જરી કરવામા માટે લઈ જવામાં આવી છે. બાળકી પોતાના મામા મામી સાથે રહેતી હતી.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ: આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. સીટીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સોસાયટીમાં નાની બાળકી ઘરના ગેટ ઉપર રમતી હતી અને તે સમય દરમિયાન ત્યાંથી એક શ્વાન પસાર થતો હોય છે, નાની બાળકી શ્વાન પાછળ ભાગે છે, પરંતુ શ્વાન બાળકી ઉપર હુમલો કરી તેને નીચે પાડી દે છે અને તેને બચકા ભરવા માંડે છે. તે જ સમય દરમિયાન તેની બાજુથી એક બાઈક ચાલક પસાર થાય છે, પરંતુ તે બાઈક ચાલક દ્વારા બાળકીને બચાવવામાં પણ આવતો નથી. શ્વાન બાળકીને બચકા ભરવાનું ચાલુ જ રાખે છે. તરત જ ત્યાં એક મહિલા આવે છે અને શ્વાન ઉપર પાણી નાખી તેને ભગાવવાનો પ્રયાસ કરે છે. પરિચિત મહિલા બાળકીને ઉંચકી લઇ જાય છે, પરંતુ ફરી પાછી શ્વાન તેમની પાછળ બચકા ભરવા માટે આવે છે. મહિલા તેને ભગાવી દે છે. બાળકીનું નામ રાવિ શર્મા છે તે નર્સરીમા સિનિયર કેજીમાં ભણે છે. હાલ તે પોતાના મામા મામી સાથે રહેતી હતી ઘટનાની જાણકારી થતા જ તેના માતા પિતા પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.(Surat Dog Attack on girl cctv)
અચાનક જ તે બૂમ બરાડા કરવા લાગી બાળકીની મામી મેઘાએ જણાવ્યું હતું કે સાંજે અમે ચા પીવા માટે બેસ્યા હતા એને કોફી પણ પીવડાવ્યું અને તે બહાર રમવા માટે ગઈ હતી અને અચાનક જ તે બૂમ બરાડા કરવા લાગી અમને લાગ્યું કે પાડોશી ના દીકરા સાથે તે રમી રહી છે, ત્યારે હું મારી માતા ને કહ્યું કે જઈને બાળકીને લઈને આવો ને જોયું કે કુતરાએ કરડી નાખ્યું હતું. અમે ભયભીત થઈ ગયા હતા. બાળકી પણ ભયભીત થઈ ગઈ હતી. ચારથી પાંચ લોકો તેને પકડીને લાવ્યા હતા. ( girl was bitten on the cheek by a dog)
6000 જેટલા શ્વાનનું રસીકરણ: મેયર હેમાલી બોઘાવાલાએ આ અંગે જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકા અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી રખડતા ઢોર માટે એક નીતિ તૈયાર કરવામાં આવી છે. આ નીતિ પર સુરત મહાનગર પાલિકા કામ કરી રહી છે. સુરત મહાનગરમાં જે દુઃખદ ઘટના બની છે. શ્વાને દીકરી પર હુમલો કર્યો છે. આ એક ગંભીર બાબત છે. આ માટે સુરત મહાનગર પાલિકા કામ કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં રખડતા શ્વાનને પકડવા માટે 7521થી વધારે શ્વાનને પકડી પાડવામાં આવ્યા છે. 6000 જેટલા શ્વાનનું રસીકરણ કરીને નીકાલ કરાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં 85થી 90 જેટલા શ્વાનને પકડી 30 જેટલા શ્વાનનું રસીકરણ નીકાલ કરાયો છે. આ ઘટનાને વધુ ગંભીર રીતે જોવામાં આવી રહી છે. આવી કોઈ ઘટના બીજીવાર ન બને એ માટે પાલિકા ખાસ ધ્યાન રાખશે.
આવી ઘટનાઓ ક્યારે બની ન હતી બાળકીને બચાવનાર કિંજલબેન એ જણાવ્યું હતું કે બાળકી ગેટ પર રમી રહી હતી ,ત્યાં મારા બાળકો પણ હતા પરંતુ તેઓ રમતા રમતા આગળ નીકળી ગયા હતા. બાળકી કોફી પી ને પાછળથી આવી ત્યારે એક સ્વાન આવ્યું અને બાળકીને કરડી ગયું. તેના પગ હાથ બધી જગ્યાએ બચકા ભર્યા હતા .સોસાયટીમાં ઘણી વખતથી કુતરાઓના ત્રાસ છે ,કુતરાઓ ભસતા હતા, પરંતુ આવી ઘટનાઓ ક્યારે બની ન હતી..
પ્રતિદિન 25 થી 30 કેસો શહેરમાં કૂતરાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ડોગ બાઇટના કેસોમાં પણ વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં પ્રતિદિન 25 થી 30 કેસો ડોગ બાઈટીંગ ના આવે છે જેમાંથી મોટાભાગે બાળકો હોય છે. જેનો સૌથી વધુ ભોગ નાના બાળકો બની રહ્યાં છે. બાળકો બહાર ગલી, મોહલ્લામાં અને ખુલ્લા મેદાન માં રમતા હોય છે .એના કારણે હાલમાં ડોગ બાઈટ નો સૌથી વધુ શિકાર બની રહ્યા છે .શહેરમાં પણ હવે કૂતરાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે .તેની સામે તેઓની સંખ્યા ઘટાડવા માટે કોઈ પણ પગલા લેવાયા નથી.સોસાયટીઓ માં અને મહોલ્લા માં રખડતા કુતરાઓ ના કારણે હાલ લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. 5 મેં 2022ના રોજ ડિડોલી માં શિવ સાઈ નગર માં રહેતા શ્રવણ સિંગની 7 વર્ષીય બાળકી રમી રહી હતી તેને કૂતરા બચકું ભરી લીધું હતું.7 વર્ષીય અંશિકા ને કમર ના ભાગે કૂતરા એ કરડી લીધું હતું. અંશિકાએ જાડા કપડાં પહેર્યા હતા, એટલે વધુ નથી વાગ્યું પરંતુ ઇન્જેક્શન તો લેવા જ પડે. છેલ્લા 3 મહિનામાં 3 બાળકો ને કૂતરા કરડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભેસ્તાન ખાતે રોજે 40 થી 45 જેટલા રખડતા શ્વાનને પાલિકાના કર્મચારીઓ લાવે છે અને ખસીકરણ કરી તેમને બીજા વિસ્તારમાં છોડી દેવામાં આવતું હોય છે. ( girl was bitten on the cheek by a dog)