સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ હોસ્પિટલની બાજુમાં જરીવાલા કમ્પાઉન્ડન જર્જરિત હાલતમાં હોય તેનું ડિમોલિશન કરવામાં આવતું હતું તે વખત દરમિયાન જ લાઇન દોરીની ઉપરની દિવાલ અચાનક ધરાશાયી (Surat Fire Department)થતા નીચે ઉભા કેટલાક લોકો દબાઈ ગયા હતા. જોકે પ્રાથમિક માહિતી મુજબ નીચે બે લોકો ઊભા હતા અને અન્ય લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. તેમાં બે લોકો દબાઈ ગયા હતા જેને લઇને સ્થાનિક લોકો એ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી બે લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. હજી પણ અન્ય ત્રણ લોકો અંદર ફસાયા હોવાની આશંકા જોવા મળી રહી છે.
બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું - પાર્કિંગની ઉપરની દિવાલ પડવાને કારણે નીચે કેટલાક લોકો દબાઈ ગયા હતા. તેમાં બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અને તેમની હાલત પણ ખૂબ જ ગંભીર હતી.પરંતુ હજી પણ કોઈ દબાયું છેકે નહીં તેની માટે અમે લોકો દિવાલ તોડી રહ્યા છે.ફાયર વિભાગને આ કોલ 40 મિનિટ પેહલા આવ્યો હતો.
આ પણ વાંચોઃ મહેસાણા બાદ ખેરાલુ સિવિલ હોસ્પિટલની છતનો કાટમાળ ધરાશાય
આસપાસના લોકો ગભરાઈ ગયા - મેં મારી સામે આ બિલ્ડીંગને પડતા જોઈ છે. આજે ટાકા જોવા મળી રહ્યા છે. એ ઉપરથી નીચે પડી ગઈ હતી અને અંદર કામ ચાલી રહ્યું હતું. નીચે બધા માણસો હતા.બે માણસો દબાઈ પણ ગયા હતા.બે-ત્રણ મિનિટ સુધી આખું સફેદ થઈ ગયો હતો. આ જોતાની સાથે જ આસપાસના લોકો ગભરાઈ ગયા હતા.
બે વ્યક્તિઓનું સારવાર દરમિયાન મોત - અમે લોકો જોતા જોયું કે ત્યાં બધા દબાઈ ગયા હતા. અમે લોકોએ કાઢવાનો પ્રયત્ન કર્યો પણ બહાર કાઢી શક્યા નહીં. ફાયર વીભાગને કોલ કરતા ફાયર વિભાગ દ્વારા બે વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા.તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં દબાઈ જાનાર બે વ્યક્તિઓનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. તથા ઘટનામાં 40 જેટલી બાઈક અને બે ફોરવ્હીલ પણ દબાઇ ગઇ હતી.
આ પણ વાંચોઃ ગુરુગ્રામમાં દ્વારકા એક્સપ્રેસ વે પર બની રહેલા ફ્લાયઓવરનો સ્લેબ ધરાશાયી, 3 ઈજાગ્રસ્ત