ETV Bharat / state

The Kerala Story: અનોખી ઓફર,ધ કેરલા સ્ટોરીની ટિકિટ બતાવો ચા-કોફી મફત - surat tea vendor

ફિલ્મ ધ કેરલા સ્ટોરીને લઈને દેશભરમાંથી પ્રતિક્રિયાઓ મળી રહી છે. નાગરિકથી લઈને નેતાઓ સુધી દરેક વ્યક્તિ આ ફિલ્મને લઈને પોતાના મત રજૂ કરી રહ્યા છે. એવામાં મહાનગર સુરતમાંથી ચા વેચતા એક વેપારીએ ફિલ્મને અનોખી રીતે સમર્થન આપ્યું છે. જે કોઈ વ્યક્તિ આ ફિલ્મ જોઈને આવે અને ટિકિટ બતાવશે તો ચા અને કોફી-ફ્રી માં આપવામાં આવશે. આવી ઓફર ચા ના વેપારીએ શરૂ કરીને ફિલ્મને ટેકો આપ્યો છે.

અનોખી ઓફર,ધ કેરલા સ્ટોરીની ટિકિટ બતાવો ચા-કોફી મફત
સુરતમાં કેરાલા મુવી જોનાર લોકોને ચાય અને કોફી ફ્રી માં પીવડાવવામાં આવશે.તો આવો જાણો શા માટે?
author img

By

Published : May 11, 2023, 12:18 PM IST

Updated : May 11, 2023, 3:59 PM IST

અનોખી ઓફર,ધ કેરલા સ્ટોરીની ટિકિટ બતાવો ચા-કોફી મફત

સુરત: કેરલા સ્ટોરીને લઈને દરેક રાજ્યમાંથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સુરત મહાનગરમાં ચા ના વેપારીએ ઓફર મૂકી છે કે, આ ફિલ્મ જોઈ ટિકિટ બતાવનાર વ્યક્તિને ફ્રી માં ચા કોફી આપવામાં આવશે. ચાની લારી ઉપર ફિલ્મને લઈને પોસ્ટર મુકવામાં આવ્યું છે તેમજ ઓફર પણ જાહેર કરવામાં આવી છે. વેપારી રાજન સિંહ જણાવે છે કે, ખોટી રીતે થઈ રહેલા ધર્મ પરિવર્તન ખરા અર્થમાં અટકવું જોઇએ. ખાસ કરીને દેશના યુથને જે રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી. સમાજમાં જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે ત્યારે દરેક વાલીને ખૂબ દુઃખ થાય છે. દરેક વર્ગના લોકો આ ફિલ્મ જોવે એ માટે મેં ખાસ એક ઓફર શરૂ કરી છે.

શુ કહ્યું ચાના દુકાન માલિકએ: રાજનસિંહ કે જેઓ ચાના દુકાન માલિક છે અને તેમણે ધ કેરલા સ્ટોરી ફિલ્મની ટિકિટ બતાવો ચા-કોફી મફતની ઓફર બહાર પાડી છે. તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે" હું પોતે આ ફિલ્મ જોઈને આવ્યો છું. આપણી બહેનોને આવા લોકો બહેલાવી ફોસલાવી ધર્મ પરિવર્તન કરાવ્યું, ખોટા માર્ગદર્શન આપવું, તો આ સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

તો આપણી બહેનો જેઓ ખાસ કરીને 16 થી 30 વર્ષ સુધી અને તેમાં અપરિણીત હોય કે પછી પરિણીત એવા લોકો આવા ખોટા માર્ગ ઉપર નહિ જાય અને એક જાગૃત નાગરિક બને એમના માતા-પિતા તેઓની નાનપણથી મોટા કર્યા હોય છે. પરંતુ જ્યારે સમાજમાં આવી ઘટનાઓ બને છે ત્યારે માતા પિતા અને સમાજને ખૂબ જ તકલીફ થતી હોય છે".--રાજનસિંહ (ચાના દુકાન માલિક)

આ પ્રકારનું પોસ્ટર: ચાના દુકાન માલિકે વધુમાં જણાવ્યું કે, આ ફિલ્મ જોવી ખૂબ જ જરૂરી છે. જેને કારણે મેં મારા ચાની દુકાન ઉપર આ પ્રકારનું પોસ્ટર લગાવ્યું છે કે, જો કોઈ આ મુવી જોઈને આવશે અને ટિકિટ બતાવશે. તેમને અમારા તરફથી ચાય કોફી ફ્રીમાં આપવામાં આવશે. એક દિવસમાં અમારે ત્યાં 15 થી 20 લોકો આવે છે. હાલ તો બે દિવસ પહેલા જ આ પ્રકારની ઓફર ચાલુ કરવામાં આવી છે. લોકો ફ્રી માં ચા કોફી પીશે તેનાથી અમને ખોટ જશે. પરંતુ આજની યુવા પેઢીને આ ફિલ્મ જોવી ખૂબ જ જરૂરી છે. એ અમારો ઉદ્દેશ છે.

આ પણ વાંચો

1.The Kerala Story: ધી કેરલા સ્ટોરીનો વિવાદ ગુજરાત પહોચ્યો, દ્વારકાના શંકરાચાર્યએ આપ્યુ નિવેદન

2.The Kerla Story: 'ગુજરાતમાંથી 40,000 છોકરીઓ ક્યાં ગઈ?' કેરલા સ્ટોરી સમાન ગુજરાતમાંથી ગુમ યુવતીઓ પર મહારાષ્ટ્રમાં રાજકારણ

3.The Kerala Story: બંગાળમાં 'ધ કેરલા સ્ટોરી' જોઈ શકશે નહીં, ફિલ્મ પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય

Last Updated : May 11, 2023, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.