ETV Bharat / state

સુરતમાં ત્રણ ઇંચ વરસાદ વચ્ચે અનેક લગ્ન પ્રસંગ રદ, વીજળી પડવાથી એક વિદ્યાર્થીનું મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 26, 2023, 9:05 PM IST

ગાજવીજ સાથે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. વરસાદ આફત બની સામે આવ્યો છે. ગણતરી કલાકોમાં સુરત શહેરમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ નોંધાતા લોકોને પરેશાની થઈ હતી. અનેક લગ્ન પ્રસંગો રદ્દ થયા છે. આ દરમિયાન એક વિદ્યાર્થીનું મોત પણ થયું છે.

several-weddings-canceled-in-surat-amid-three-inches-of-rain-one-student-died-due-to-lightning

સુરતમાં ત્રણ ઇંચ વરસાદ વચ્ચે અનેક લગ્ન પ્રસંગ રદ

સુરત: શિયાળામાં ચોમાસા જેવો માહોલ દક્ષિણ ગુજરાતમાં જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે ત્યારે બીજી બાજુ સુરત શહેરમાં પણ માવઠાની ભારે અસર જોવા મળી છે. સુરત શહેરમાં ભારે પવનના કારણે તેમજ વરસાદના લીધે લગ્ન મંડપને પણ ભારી નુકસાન થવા પામ્યું છે. લગ્નના મંડપમાં ખુરશીઓ પણ ઉડી ગઈ હતી.

ફ્લાઈટ પણ ડાયવર્ટ: હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદના કારણે લોકો હેરાન થયા હતા. એટલું જ નહીં એર એશિયાની ફ્લાઈટ સુરત બેંગલોર નંબર 5613 ખરાબ વાતાવરણના કારણે સુરત ઉપર ચકરાવ કર્યા બાદ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ ફ્લાઈટ પરત સુરત આવી હતી. સ્પાઈઝ જેટની પુના ફ્લાઈટ પણ કારણોસર રદ કરવામાં આવી હતી.

અનેક લગ્ન પ્રસંગ કેન્સલ: લગ્નસરાની સિઝનમાં અનેક જગ્યાએ લગ્ન પ્રસંગ હતા પરંતુ ભારે વરસાદના કારણે પ્રસંગ પણ બગડ્યા હતા. જાગીરપુરા મધુવન પાર્ટી પ્લોટ પર લગ્નસરાના આયોજન પણ પાણી ફરી વળ્યું હતું. અનેક જગ્યાએ મેરેજ સેટને વરસાદ અને ભારે પવનના કારણે નુકસાન થવા પામ્યું હતું. એટલું જ નહીં ભારે વરસાદને ધ્યાનમાં રાખી કેટલાક લોકોએ લગ્ન આયોજન રદ કરવા પર મજબૂર બન્યા હતા.

એક વિદ્યાર્થીનું મોત: સુરત શહેરના નાનપુરા ખાતે રહેતા 18 વર્ષીય મોહમ્મદ સાહિલ શેખ ડુમસ કિનારે પોતાના મિત્રો સાથે ફરવા માટે ગયો હતો. પરંતુ ધોરણ 12 માં ભણનાર સાહિલ ઉપર અચાનક વીજળી પડતા તે ત્યાં બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સના મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

  1. ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, શિયાળાના માવઠાએ 14 લોકોના જીવ લીધા, 39 પશુઓના મોત
  2. ભર શિયાળે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કેરી, ચીકુ અને શાકભાજી પાકોને નુકસાન થવાની ભીતિ, બે પશુઓના મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.