ETV Bharat / state

સરથાણાની આશાદીપ સ્કૂલના સાત વિધાર્થીઓએ A-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો - Gujarat Board of Education

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રવિવારના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જાહેર કરવામાં આવેલા પરિણામોમાં ફરી એક વખત સુરતી વિદ્યાર્થીઓએ ડંકો વગાડી એ વન ગ્રેડ પ્રાપ્ત કરી સુરતનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર ગુજરાતમાં 44 પૈકી માત્ર 19 જેટલા વિધાર્થીઓ સુરતથી જ એ- વન ગ્રેડમાં આવ્યા છે. જેમાં સરથાણાની આશાદીપ સ્કૂલના સાત વિધાર્થીઓએ એ - વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. છેલ્લા પાંચ વર્ષથી આશાદીપ સ્કૂલના વિધાર્થીઓ અવિરતપણે એ- વન ગ્રેડ માં સ્થાન પ્રાપ્ત કરતા આવ્યા છે. સુરત જિલ્લો 77.25 ટકાના પરિણામ સાથે રાજ્યમાં મોખરે આવ્યું છે.

Twelve Science Exam
બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા
author img

By

Published : May 17, 2020, 1:51 PM IST

સુરત : માર્ચ - 2019માં લેવામાં આવેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના પરિણામો રવિવારના રોજ જાહેર થયા છે.જેમાં ફરી એક વખત સુરતી વિધાર્થીઓએ ડંકો વગાડ્યો છે.સમગ્ર રાજ્યમાં 44 પૈકી માત્ર 19 વિધાર્થીઓ સુરતના છે. જ્યાં એ - વન ગ્રેડ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. 19 પૈકી સરથાણા વિસ્તારમાં આવેલી આશાદીપ શાળાના જ સાત વિધાર્થીઓ છે. જેમણે એ- વન ગ્રેડમાં સ્થાન મેળવી સુરત શહેર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

સરથાણાની આશાદીપ સ્કૂલના સાત વિધાર્થીઓએ એ - વન ગ્રેડ પ્રાપ્ત કર્યો

આશાદીપ શાળામાં એ - વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ રત્ન ક્લાકારો અને આર્થિક રીતે સામાન્ય કુટુંબના પરિવારોમાંથી આવે છે. વિધાર્થીઓને ઝળહળતા પરિણામને લઈ શાળામાં પણ ખુશીનો માહોલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.