- માંડવી નગરપાલિકામાં 24માંથી 22 બેઠક પર ભાજપની જીત થઈ હતી
- તરસાડી નગરપાલિકામાં તમામ 28 બેઠક ભાજપે કબ્જે કરી હતી
- બન્ને નગરપાલિકાના હોદ્દેદારોના મેન્ડેટ જાહેર કરાયા
બારડોલી: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત જિલ્લાની માંડવી નગરપાલિકામાં ભાજપે 24માંથી 22 બેઠકો કબ્જે કરી હતી, જ્યારે તરસાડી નગરપાલિકામાં તમામ 28 બેઠકો પર ભાજપે કબ્જો કર્યો હતો. આ જીત બાદ પક્ષે નગરના પ્રમુખ-ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક જેવા હોદ્દા માટે મેન્ડેટ જાહેર કર્યા હતા.
આ પણ વાંચો: સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ
માંડવી નગરપાલિકાના પ્રમુખ તરીકે રેખા વશીની વરણી
માંડવી નગરપાલિકાના પ્રભારી દિનેશ દેસાઇ મંગળવારે મેન્ડેટ લઈને માંડવીમાં પહોંચ્યા હતા. જ્યાં યોજાયેલી સામાન્ય સભામાં નગરપાલિકાના પ્રમુખ તરીકે રેખાબેન પંકજસિંહ વશી, ઉપપ્રમુખ તરીકે પ્રતિક પ્રકાશભાઈ રબારી, કારોબારી ચેરમેન તરીકે શાલીન અશોકભાઈ શુક્લ, પક્ષના નેતા તરીકે અમરસિંહ જીવણભાઈ ચૌધરી અને દંડક તરીકે જય સંજયકુમાર રાઠોડની વરણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ભુજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
તરસાડી નગરપાલિકાના પ્રમુખ તરીકે મીનાક્ષી શાહની વરણી
તરસાડી નગરપાલિકામાં પ્રમુખ તરીકે મીનાક્ષીબેન દીપકભાઈ શાહ, ઉપપ્રમુખ તરીકે જયદીપકુમાર નટવરલાલ નાઇક, કારોબારી તરીકે હરદીપસિંહ રાજેન્દ્રસિંહ અટોદરિયા, પક્ષના નેતા તરીકે કર્મવીરસિંહ જગતસિંહ ડોડીયા અને દંડક તરીકે શૈલેષ વેલજી ગાંગાણીની વરણી કરવામાં આવી છે.