સુરત: સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કરનાર અનિલ યાદવને સેશન્સ કોર્ટમાં ફાંસીની સજા અપાયા બાદ હાઈકોર્ટે પણ સજા માન્ય રાખી હતી. જે બાદ સેશન્સ કોર્ટે 29 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગે સુપ્રીમ કોર્ટમાં આરોપી અનિલ યાદવે અપીલ કરતા હાલ સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે.
સુરતના એક વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની બાળકી પર અશ્લીલ ફિલ્મ જોઈ તેની ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર અનિલ યાદવને ફાંસીની સજાની સજા જાહેર કરાઈ હતી. ડેથ વોરંટ ઇશ્યૂ કરાયું હતું. મોતની સજાને હાઈકોર્ટે પણ માન્ય રાખી હતી. 29 ફેબ્રુઆરીએ અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કરાયું હતું. જે બાદ સાડા ત્રણ વર્ષની આરોપી અનિલે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના આરોપી અનિલ યાદવની ફાંસીની સજા પર રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટના પ્રમાણે, આરોપી અનિલ પાસે રાષ્ટ્રપતિને દયા અરજી કરવાનો વિકલ્પ છે. જે વિકલ્પ બાદ ફરી સુપ્રીમમાં અરજી કરવાની રહેશે. દયા અરજી ફગાવવામાં આવશે, જે બાદ જ સમગ્ર પ્રક્રિયા પુરી કર્યા બાદ ડેથ વોરન્ટ જાહેર કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે, અનિલ યાદવ મૂળ બિહારનો છે. જેલ મારફતે અનિલે સરકાર પાસે પોતાની માટે કાયદાકીય મદદ માગી હતી. જેથી તે ફાંસીની સજાથી બચી શકે. કાયદામાં જોગવાઈ પ્રમાણે સરકારે વકીલની નિમણૂંક કરી છે. આરોપી અનિલના વકીલ અપરાજીતા સિંહે સુપ્રીમ કોર્ટમાં આરોપીના તરફેણમાં દલીલ કરતા કહ્યું હતું કે, પોતાના મૃત્યુ દંડના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 60 દિવસ માં અરજી કરી શકે છે. સાથે દયા અરજી માટે તે રાષ્ટ્રપતિ પાસે જવાનો વિકલ્પ ધરાવે છે અને તે પહેલાં અનિલનું ડેથ વોરન્ટ જાહેર કરી શકાય નહીં. અપરાજીતાની દલીલ બાદ સુપ્રીમ કોર્ટે દલીલને ગ્રાહ્ય રાખી ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે.