ETV Bharat / state

તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચ્યા સ્વામિનારાયણના સંતો - Saints

તૌક્તે વાવાઝોડાને કારણે સૌથી વધુ પ્રભાવિત બનેલા સૌરાષ્ટ્રના સાવરકુંડલા, સરખડીયા, ખાંભા, બારપટોળી, ભાડ સાજણાવાવ, માણેકનેસ, શેલણા વિગેરે ગામોમાં પીડિતોને રાહત સામગ્રી પહોંચાડવા શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સંચાલિત શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા ગુરુવારે 3 ટેમ્પા ભરી રાહત સામગ્રી સાથે સંત કપિલ સ્વામી તથા અન્ય સંત સેવકો રવાના થયા હતા.

swaminarayn
તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચ્યા સ્વામિનારાયણના સંતો
author img

By

Published : May 21, 2021, 10:29 AM IST

  • તૌકતે વવાઝોડાને કારણે અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચ્યા સ્વામિનારાયણના સંતો
  • રાહત કીટ તૈયાર કરી ગામડાઓમાં વિતરણ કરી
  • 3 ટેમ્પા ભરી રાહત કીટ મોકલવામાં આવી

વાપી : કુદરતી આફતના ટાણે તંત્રની હાકલની વાટ જોયા વીના રાહત સામગ્રી પહોંચડવા માનવીય ઉત્તર દાયિત્વ નિભાવવા હંમેશા તત્પર રહેતા એવા વલસાડ જીલ્લાના વાપી તાલુકાના સલવાવ ગામે કાર્યરત શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રના પૂજ્ય સંતો દ્વારા દાતાઓના અને સંસ્થાના શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફના યોગદાન થકી ફરસાણ અને જરૂરી રાશન સામગ્રી તૈયાર કરી ગુરુવારે 3 ટેમ્પોમાં ભરી સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત અમરેલી જિલ્લામાં રવાના કરાઈ હતી.

તમામ જરૂરીયાતની વસ્તુ

સંસ્થાના કપિલ સ્વામી અને સંતોએ દાતાઓના સહયોગથી તૈયાર કરેલી પ્રત્યેક કીટમાં દરેક પ્રકારના 5 કિલો શાકભાજી સાથે લીંબુ, આદુ, મરચા, ધાણા, 5 કિલો બટેટા, 5 કિલો ઘઉનો લોટ, 5 પાણીની બોટલ, 1 કિલો ગાંઠિયા, 1 કિલો ચવાણું, સુખડી વિગેરે તાત્કાલિક જરૂરિયાતની ચીજ વસ્તુઓની 1હજાર કીટ તૈયાર કરી ગુરુવારના રોજ વહેલી સવારે 3 મોટા ટેમ્પા ભરીને સૌરાષ્ટ્રના સાવરકુંડલા, સરખડીયા, ખાંભા, બારપટોળી, ભાડ સાજણાવાવ, માણેકનેસ, શેલણા વિગેરે ગામોમાં સલવાવ રવાના કરાઈ હતી. સંતો આ ગામડાઓમાં રોકાઈને અસરગ્રસ્તોને કીટનું વિતરણ કરશે.

તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચ્યા સ્વામિનારાયણના સંતો

આ પણ વાંચો : સુરત જિલ્લાના ખેડૂતોને વાસ્તવિક વળતર ચૂકવવા માગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.