ETV Bharat / state

સુરતઃ કોરોના અંગે જાગૃતિ લાવવા પોલીસ જવાનો 5 કિમી દોડ્યા - કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમાર

બારડોલીમાં સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ ફ્લેગ ડેની ઉજવણી નિમિત્તે રન ફોર યુનિટી અંતર્ગત 5 કિમી દોડનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા પોલીસના જવાનોએ ભાગ લીધો હતો. આ દોડને સ્વરાજ આશ્રમ ખાતેથી બારડોલીના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે પ્રસ્થાન કરાવ્યું હતું. સરદાર પટેલની જન્મજયંતી તેમજ કોરોના મહામારી અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

દોડો પોલીસ દોડોઃ કોરોના અંગે જાગૃતિ લાવવા પોલીસ જવાનો 5 કિમી દોડ્યા

author img

By

Published : Oct 27, 2020, 7:40 PM IST

  • રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
  • 5 કિમી સુધી દોડ્યા પોલીસ જવાનો
  • પોલીસ ફ્લેગ ડેની ઉજવણી નિમિત્તે યોજાઈ દોડ
  • 40 મહિલા અને 30 પુરુષ પોલીસ જવાન દોડમાં જોડાયા

બારડોલીઃ કોરોના અંગે જાગૃતિ લાવવા માટે પોલીસે પણ સક્રિય ભૂમિકા ભજવી છે. આવી જ રીતે સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા મંગળવારે પોલીસ ફ્લેગ ડેની ઉજવણી નિમિત્તે 5 કિમી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર યુનિટી હેઠળ યોજાયેલી આ દોડમાં પોલીસ જવાનો સહિત શહેરીજનો પણ જોડાયા હતા. રન ફોર યુનિટી દોડને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. બારડોલીના સ્વરાજ આશ્રમથી શરૂ થયેલી આ દોડ 5 કિમી સુધી યોજાઈ હતી. પોલીસને 70 જવાનો 5 કિમી દોડ્યા હતા.

દોડો પોલીસ દોડોઃ કોરોના અંગે જાગૃતિ લાવવા પોલીસ જવાનો 5 કિમી દોડ્યા
દોડો પોલીસ દોડોઃ કોરોના અંગે જાગૃતિ લાવવા પોલીસ જવાનો 5 કિમી દોડ્યા

સરદાર પટેલની જન્મજંયતીને ધ્યાનમાં રાખી દોડ યોજાઈ

આ દોડ સ્વરાજ આશ્રમથી શરૂ થઈ હેડગોવર ચોક, લીમડા ચોક, શહીદ ચોક, રેલ્વે સ્ટેશન થઈ સ્વરાજ આશ્રમ ખાતે પરત ફરી હતી. 5 કિમીની આ દોડમાં સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસના જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દોડ સરદાર પટેલની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તેમ જ કોરોના મહામારી માટે લોક જાગૃતિના સંદેશ માટે યોજવામાં આવી હતી.

40 મહિલા અને 30 પુરુષોએ લીધો ભાગ
સુરત જિલ્લા પોલીસ જવાનના 70 જવાનો પૈકી 40 મહિલા અને 30 પુરુષે ભાગ લીધો હતો. વહેલી સવારે 7 વાગ્યે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમારે લીલીઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવી હતી. પુરુષ વર્ગની સ્પર્ધામાં અરવિંદ રંગપરાએ 18.45 મિનિટમાં પોતાની દોડ પૂર્ણ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે મુકેશ ચૌધરીએ 19.23 મિનિટ અને ભાવેશ કાનગઢે 19.38 મિનિટમાં દોડ પૂર્ણ કરી અનુક્રમે દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. મહિલા વર્ગમાં યોગીતાબા પરમારે 19.45 મિનિટમાં દોડ પૂર્ણ કરી પ્રથમ, મિત્તલ ચૌધરીએ 19.47 મિનિટમાં દોડ પૂર્ણ કરી દ્વિતીય અને ચંદ્રિકા કરંઝિયાએ 20.10 મિનિટમાં દોડ પૂર્ણ કરી તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

વિજેતાઓનું બહુમાન કરવામાં આવ્યું

તમામ વિજેતાને ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બારડોલી પ્રાન્ત અધિકારી વી. એન. રબારી, મામલતદાર જિગ્ના પરમાર અને બારડોલી ડીવાયએસપી. રૂપલ સોલંકી સહિતના પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.