સામાન્ય રીતે પોલીસ અધિકારીઓની ગાડી પર લાલ-ભૂરી અને પીળી લાઈટ જોવા મળે છે. પણ હવેથી આવી લાઈટો ટ્રાફિક પોલીસની વર્દી પર પણ જોવા મળશે. સુરત પોલીસના જવાનો હવે રાત્રિ દરમિયાન રોડ પર ઉભા રહી ટ્રાફિક વ્યવસ્થાનું નિયમન કરશે ત્યારે પોલીસ જવાનોના ખભા પર લાલ અને ભુરી ચમકતી લાઇટો જોવા મળશે. આ ખાસ પ્રકારની લાઇટ ટ્રાફિક હાજરીના પ્રતિકરૂપે મૂકવામાં આવી છે. જેથી રાત્રી દરમિયાન બેફામ જતાં વાહનો સતર્ક કરી શકાશે..
આ લાઈટની ખાસિયત કે, આ સંપૂર્ણ પણે ચાર્જેબલ છે બેટરીથી ચાલે છે. તેની સમયમર્યાદા આઠ કલાક છે. શહેરમાં રાત્રિ દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળે છે. ત્યારે લોકસુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખાસ પ્રકારની વ્યવસ્થા સાથે પોલીસ જવાન તૈનાત કરાયાં છે.