ETV Bharat / state

રશ્મિ કટારીયા હત્યા કેસઃ SC /ST સેલના DYSP કરશે તપાસ - રશ્મિ કટારીયા હત્યા કેસ

બારડોલીના કીકવાડ ગામના ચિરાગ સુરેશ પટેલે પોતાની સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતી પ્રેમિકાને ગત 15મી નવેમ્બરના રોજ ગળું દબાવી હત્યા કરી હતી. રશ્મિ કટારીયા હત્યા કેસમાં મૃતક અનુસુચિત જાતિની હોવાથી સમગ્ર કેસની તપાસ અનુસુચિત જાતિ/જનજાતિ સેલના DYSP ભાર્ગવ પંડ્યાને સોંપવામાં આવી છે.

બારડોલી
બારડોલી
author img

By

Published : Nov 23, 2020, 11:03 PM IST

  • રશ્મિ કટારીયા હત્યા કેસની તપાસ અનુસુચિત જાતિ/જનજાતિ સેલના DYSPને સોંપવામાં આવી
  • આરોપી ચિરાગનો કોરોના રિપોર્ટ આવ્યો ન હોવાથી ધરપકડ બાકી
  • પ્રેમીએ જ હત્યા કરી યુવતીનો મૃતદેહ ખેતરમાં દાટી દીધો

બારડોલી: કીકવાડ ગામના ચિરાગ સુરેશ પટેલે પોતાની સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતી પ્રેમિકાને ગત 15મી નવેમ્બરના રોજ ગળું દબાવી હત્યા કરી હતી. ત્યારબાદ તેનો મૃતદેહને સગેવગે કરવા કારમાં લઈ જઇ વાલોડના નવા ફળિયા ખાતે આવેલા સસરાના ખેતરમાં દાટી દીધો હતો. ખેતરમાં લેવલીંગ અને પાઇપ નાંખવાનું કામ ચાલતું હોવાથી ત્યા પહેલાથી જ ખાડો ખોડેલો હતો. જ્યાં તેણે પ્લાસ્ટિકની બેગ સાથે જ મૃતદેહને ખાડામાં નાંખી દીધા બાદ તેના પર માટી નાંખી દીધી હતી. બંને વચ્ચે રાત્રે ઝગડો થયા બાદ ફરી વખત મળસ્કે પણ કોઈ બાબતે ઝગડો થયો હતો. તે સમયે ગુસ્સામાં આવી ગળું દબાવી દીધું હોવાનું ચિરાગે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું.

રશ્મિ કટારીયા હત્યા કેસઃ SC /ST સેલના DYSP કરશે તપાસ

કેસની તપાસ અનુસુચિત જાતિ/જનજાતિ સેલના DYSPને સોંપવામાં આવી

પોલીસે ચિરાગ વિરુદ્ધ હત્યા, પુરાવા નાશ કરવા ઉપરાંત SCST એક્ટ હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ SCST સેલના DYSP ભાર્ગવ પંડ્યાને સોંપવામાં આવી છે.
હાલ કોરોના ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી હોવાથી ચિરાગની વિધિવત ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
પાંચ વર્ષથી રહેતા હતા લીવ ઇન રિલેશનશીપમાં
અત્રે ઉલ્લેખની છે કે છેલ્લા પાંચ વર્ષથી પોતાના ગામ કીકવાડના જ પરિણીત યુવક ચિરાગ પટેલ સાથે બાબેનના લક્ઝરીયા એપાર્ટમેંટમાં લીવ ઇનમાં રહેતી રશ્મિ જયંતિ કટારીયા 15મી નવેમ્બરથી ગુમ થઈ હતી. ત્યારબાદ તેના પ્રેમી ચિરાગ પટેલની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેણે જ ગુસ્સામાં આવી રશ્મિની હત્યા કર્યા બાદ નવા ફળિયાના ખેતરમાં દાટી દીધી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. રશ્મિને ચિરાગ થકી 3 વર્ષનો દીકરો અને હાલમાં તે ગર્ભવતી હતી અને ત્રીજો મહિનો ચાલી રહ્યો હતો.
JCB મશીન ઓપરેટરનું નિવેદન લેવાયું
SCST સેલની ટીમ સોમવારના રોજ તપાસ માટે બારડોલી આવી પહોંચી હતી અને આરોપી ચિરાગની પૂછપરછ હાથ ધરી હતી. આ ઉપરાંત ચિરાગે મૃતદેહ દાટી દીધા બાદ બીજા દિવસે JCB મશીનના ઓપરેટર પાસે પણ તેના પર માટી નખાવી હોવાનું જાણવા મળતા પોલીસે JCB ઓપરેટરનું પણ નિવેદન લીધું હતું. જો કે JCB ઓપરેટરને મૃતદેહ બાબતે કોઈ જાણકારી ન હોવાનું બહાર આવ્યું છે. તેણે માત્ર માલિકના કહેવા પ્રમાણે જ માટી નાંખી હોવાનું જણાવ્યુ હતું.
મૃતદેહ લઈને અનેક જગ્યાએ ફર્યા બાદ સસરાના ખેતરમાં દફનાવ્યો
15મીએ મળસ્કે હત્યા કર્યા બાદ મૃતદેહને એક બેગમાં ભરી પોતાની કારમાં લઈને અનેક જગ્યાએ ફર્યો હતો. મૃતદેહને સગેવગે કરવા માટે તેણે અનેક પ્રયાસો કર્યા બાદ અંતે તે પોતાના પ્રથમ સસરાના વાલોડના નવા ફળિયા ખાતે આવેલા ખેતર પહોંચ્યો હતો. જ્યાં પાઇપલાઇન અને લેવલિંગનું કામ ચાલતું હોવાથી તૈયાર ખાડો મળી જતાં તેમાં મૃતદેહ મૂકી તેના પર હાથથી જ માટી નાંખી દિધી હતી અને બીજા દિવસે જેસીબી મશીન દ્વારા માટીનું પુરાણ કરાવી દીધું હતું.
ફોરેન્સિક પીએમ બાદ મૃતદેહ પરિવારને સોંપ્યો
રશ્મિના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. સોમવારના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. મોડી રાત્રે પરિવારજનોએ રશ્મિના મૃતદેહને અંતિમવિધિ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.