સુરત: સુપર સ્પ્રેડરોને શોધી કાઢવા માટે પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે આજ રોજ ખાણી-પીણીની લારીઓ ચલાવતાં લોકોના રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી કુલ આઠ જેટલા ઝોનમાં કરવામાં આવી રહી છે.
શહેરના કુલ આઠ ઝોનમાં રેપીડ એન્ટીજન ટેસ્ટની કામગીરી 12 મી સપ્ટેમ્બરથી હાથ ધરવામાં આવી છે. શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા પાલિકા દ્વારા ખાસ સુપર સ્પ્રેડરોને શોધી કાઢવા રેપીડ ટેસ્ટની કામગીરી તેજ બનાવવામાં આવી છે.