સુરતઃ જિલ્લાના ગામડાના શિક્ષકે અદ્ભૂત રંગોળી તૈયાર કરી છે. ઓલપાડ તાલુકાના સીમલઠું ગામના સોહેલ ગજ્જર નામના શિક્ષકે રંગોળી તૈયાર કરી છે. Covid19ની થિમ પર હાઈપર રિયાલસ્ટિક રંગોળી તૈયારી કરી છે. 4 દિવસની મેહનત બાદ આ રંગોળી તૈયાર થઈ છે. કોરોના વૉરિયર્સ સન્માન અભિવાદન કરતી આ રંગોળી છે. વિવધ રંગો થકી આબેહૂબ વાસ્તવિકતા દર્શાવતી અદભુત રંગોળી. રંગોળી જોતાં લોકો મંત્રમુગ્ધ થયા છે. પોલીસ, આરોગ્ય કર્મીઓ પર પથ્થર નહીં ફૂલો વરસાવતી પ્રતિકૃતિ રંગોળીમાં દર્શાવવામાં આવી છે.
'ખુદ કો ભૂલ કર જબ કોઈ દેશ કા હો જાયે ' આ ખાસ સ્લોગન રંગોળી ને આપવામાં આવ્યું છે.
સોહેલ ગજ્જર ખાનગી શાળામાં ડ્રોઈંગ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ અત્યાર સુધી વિિવધ વસ્તુઓ જેમ કે, કેનવાસ રંગોળી, પાણી પર તરતી રંગોળી, તેમજ વિવિધરંગોળીઓ તૈયાર કરતા હોય છે.
હાલમાં Covid 19 પર ખાસ પ્રકારે રંગોળી તૈયાર કરી તેમાં આ કોરોના જેવી મહામારીમાં ખરા વૉરિયર્સ ગણાતા પોલીસ, ડોક્ટર, આરોગ્યકર્મીઓ, સ્વિપરને ખાસ સન્માનિત અભિવાદન કરવામાં આવ્યું છે.
ઘણી જગ્યાએ પોલીસ અને આરોગ્યકર્મીઓ પર હિંસક હુમલો તેમજ પથ્થરમારો થતો હોય છે. ત્યારે આવા કોરોના વૉરિયર્સનું પથ્થરથી નહિ પરંતુ લોકોએ ફૂલોથી સ્વાગત અભિવાદન કરવું જોઈએ.
સમગ્ર રંગોળી તૈયાર કરી બાદમાં ' ખુદ કો ભૂલ કર જબ કોઈ દેશ કા હો જાતા હે' જેવા હૃદયસ્પર્શી સ્લોગન સાથે રંગોળીને અંતિમઓપ આપવામાં આવ્યો છે, જે લોકોને મંત્રમુગ્ધ કરી દે છે.