સુરત: સુરતની વિદ્યાકુંજ શાળામાં ચંદ્રયાન-3ની લોન્ચિંગની રંગોળી બનાવવામાં આવી છે. 22 કલાકની મહેનત બાદ તેઓએ ચંદ્રયાન ત્રણ નીચે ખાસ રંગોળી બનાવી છે તે ખૂબ જ સુંદર અને વૈજ્ઞાનિકો પ્રત્યે સન્માનને બમણું કરી દેશે. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-3ની લોન્ચિંગને લઈ ભારતના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. ભારતના વૈજ્ઞાનિકોની પ્રશંસા વિશ્વભરના લોકો કરી રહ્યા છે.
12 કલરના અલગ અલગ શેડથી રંગોળી: આ રંગોળીને સુરતની સાત જેટલી રંગોળી આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. માત્ર 12 કલરના અલગ અલગ શેડ આપીને આ રંગોળી તૈયાર કરવામાં આવશે. રંગોળી 13 ફૂટ લાંબી અને 7 ફૂટ પહોળી છે. આ રંગોળી શાળાની અંદર બનાવવા પાછળનું કારણ છે કે જે વિદ્યાર્થીઓ તે દિવસે શાળામાં હશે તેવા રંગોળી જોઈ દેશની સીટી પર ગર્વ કરે. સાથે વૈજ્ઞાનિકો પાસેથી પ્રેરણાના લઈ શકે કે કઈ રીતે કોઈપણ ખામી પર ત્યાર પછી વધુ મહેનત કરીને તેને સારી રીતે કરી શકાય.
'અમે સાત મહિલાઓએ આ રંગોળી તૈયાર કરી છે. જેને 22 કલાક લાગ્યા છે. અમારા ગ્રુપમાં સૌથી નાની 10 વર્ષની રંગોળી શીખવા આવનાર સ્ટુડન્ટ પણ છે. જેને આ વિશાળ રંગોળી બનાવવામાં મદદ કરી છે. અમે ઇચ્છીએ છીએ કે આ વખતે સફળતાપૂર્વક આ ચંદ્રયાન ત્રણ લોંચ થાય અને આખો વિશ્વ આપણા દેશના વૈજ્ઞાનિકોની તાકાત જુએ. અમને પૂર્ણ વિશ્વાસ છે કે સફળતાપૂર્વક ચંદ્રયાન ત્રણ ની લોન્ચિંગ થશે.' -અંજલિ સાલુંકે, આર્ટિસ્ટ
શ્રીહરિકોટાથી લોન્ચ લાઈવ જોઈ શકાશે: ભારતના વૈજ્ઞાનિકોની અથાગ મહેનતને માટે સુરતની સાત રંગોળી આર્ટિસ્ટે જે રંગોળી બનાવી છે. ઘણા લોકોને ચંદ્રયાન-3 લોન્ચ લાઈવ જોવાની ઈચ્છા હોય છે. ISROએ આ માટે વ્યવસ્થા કરી છે. ઈસરોએ જાહેરાત કરી છે કે દર્શકો SDSC-SHAR શ્રીહરિકોટા ખાતે લોન્ચ વ્યૂ ગેલેરીમાંથી લોન્ચિંગના સાક્ષી બની શકે છે. રસ ધરાવનાર વ્યક્તિઓ લિંક - lvg.shar.gov.in/VSCREGISTRATIO પર નોંધણી કરાવી શકે છે.