સુરત: રક્ષાબંધનના પર્વ પર રેકોર્ડ બ્રેક સુમુલ ડેરીએ 71 હજાર કિલો મીઠાઈનું વેચાણ કર્યું છે. રક્ષાબંધનના પર્વ પર સુરત શહેરમાં અંદાજિત દોઢ લાખ કિલો મીઠાઈ વેચાયો છે. સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલએ જણાવ્યું હતું કે ભારે ડિમાન્ડનું કારણ સુમુલની શુદ્ધતા છે અને જે વ્યાજબી કિંમતો છે. આ વખતે રક્ષાબંધનના પર્વને લઈ બજારમાં મીઠાઈ વિક્રેતાઓના ત્યાં ભારે ભીડ જોવા મળી હતી.
તહેવારને લઈને ભારે ડિમાન્ડ: રક્ષાબંધનના પર્વ પર બહેનો પોતાના ભાઈને રાખડી માનતી વખતે મોઢું મીઠું કરાવતી હોય છે. રક્ષાબંધનના પર્વ પર સુરતમાં રેકોર્ડ બ્રેક મીઠાઈ વેચાઈ છે. રક્ષાબંધનના પર્વ પહેલા જ સુરતમાં અંદાજિત દોઢ લાખ કિલો મીઠાઈનું વેચાણ થયું છે. એટલું જ નહીં વિતેલા ત્રણ દિવસમાં ડેરીએ 71 કિલોમીટરનું વેચાણ કરી દીધું છે. અગત્યની વાત છે કે તેની અંદર 50 હજાર કિલો પેંડા છે અને આ પેંડાની સાથે 30 ખંડ અને 10 કિલો માવાનું પણ વેચાણ કરવામાં આવ્યું છે. સુમુલ ડેરી સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકો માટે જીવા દોરી સમાન છે અને હાલના દિવસોમાં તેની ગુણવત્તા સારી હોવાના કારણે મીઠાઈના વેચાણમાં ભારે ભરખમ વધારો નોંધાયો છે.
'સુરત અને તાપી જિલ્લાના લગભગ અઢી લાખ પશુપાલકો માટે જીવાદોરી સમાન સુમુલ ડેરી નાગરિકોને પોષણક્ષમ ચોખ્ખી મીઠાઈ મળે આ માટે પ્રયત્નશીલ રહે છે. રક્ષાબંધન નિમિત્તે લગભગ 71 હજાર કિલો મીઠાઈનું વેચાણ થયું છે. આ સાથે જ માવાનું પણ વેચાણ થયું છે અને શ્રીખંડ પણ લગભગ 30 હજાર કિલો વેચાયું છે.' -જયેશ પટેલ, ડિરેક્ટર, સુમુલ ડેરી
શુદ્ધતા અને વ્યાજબી ભાવ વિશ્વાસનું કારણ: સુમુલના ડિરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે મીઠાઈની ભારે ડિમાન્ડનું મુખ્ય કારણ સુમુલની શુદ્ધતા છે અને જે વ્યાજબી કિંમતો છે. જેના કારણે ખૂબ જ મોટો વિશ્વાસ સુમુલને લઈ ઊભો થયો છે. તેમને જણાવ્યું હતું કે અઢી લાખ પશુપાલકોને રોજગારી આપતી આ સંસ્થા નાગરિકોના વિશ્વાસના કારણે શુદ્ધ મીઠાઈ આપવા કટિબદ્ધ છે.