સુરત: હાલના યુવાનો ડ્રગ્સના દુષણમાં ફસાઈ રહ્યા છે. ઘણા સમયથી લોકો જોઈ પણ રહ્યા છે કે એજન્સીઓ કરોડો રૂપિયાના ડ્રગ્સ પણ જપ્ત કરી રહી છે. ડ્રગ્સના દૂષણથી યુવાનોને દૂર રાખવા માટે હાલ પોલીસથી લઈ સામાજિક સંસ્થાઓ કાર્યરત થઈ છે. છતાં આજે પણ ઘણા યુવાનો છે જે આ દુષણમાં ફસાયા છે ત્યારે તેમને આદુષણથી કાઢવા માટે સુરતમાં એક અનોખી રાખડી તૈયાર કરવામાં આવી છે. પવિત્ર પર્વ પર ભાઈને ડ્રગ્સથી દૂર રાખવા માટે એક સંદેશ આપતી ચાંદી અને સોનામાં તૈયાર રાખડી તૈયાર કરાઈ છે.
'No Drugs' અભિયાન: સુરત શહેરના લક્ષ ગોલ્ડ નામના જ્વેલર્સ દ્વારા સોના અન ચાંદીમાં ખાસ સંદેશ આપનાર રાખડી તૈયાર કરવામાં આવી છે. સોના અને ચાંદીની આ રાખડી ભાઇને ડ્રગ્સ સેવનથી દૂર રાખવા માટે એક અપીલનો માધ્યમ બનશે. રાખડી પાંચ ગ્રામથી લઈ 10 ગ્રામ સુધી ગોલ્ડને સિલ્વરમાં તૈયાર કરવામાં આવી છે જેની ઉપર 'No Drugs' લખવામાં આવ્યું છે. સુરત પોલીસ દ્વારા 'No Drugs' અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. લોકો પણ પોતાની રીતે આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને યુવા ધન ડ્રગ્સના રવાડે ન જડે આ માટે પ્રયત્ન કરી રહ્યા છે.
'અમે સોનાને ચાંદીમાં ડ્રગ્સ રોકો અભિયાન અંતર્ગત રાખડી બનાવવામાં આવી છે. જે એક બહેન પોતાના ભાઈને વ્યસનના કરે આજનો યુવાધન ડ્રગ્સથી દૂર રહે તે માટે એક મેસેજ જાય અને એક સશક્ત ભારત બને તે માટેના અભિયાન હેઠળ અમારી દ્વારા આ સોના અને ચાંદીમાં આ રક્ષાબંધનની રાખડી બનાવવામાં આવી છે.' -પિયુષ વઘાસીયા, જ્વેલર્સ
કસ્ટમાઇઝ રાખડીઓ: જવેલર્સના જણાવ્યા અનુસાર જ્યારથી ખબર પડી છે કે આ પ્રકારની રાખી છે ત્યારે રાખડી બનાવી ત્યારે દરરોજ રાખડી ખરીદવા માટે મહિલાઓ આવે છે. ડ્રગ્સ રાખડી દરરોજ માટે પાંચથી સાત રાખડી વેચાય છે. આ ઉપરાંત રાખડીઓ કસ્ટમાઇઝ કરીને પણ બનાવી આપવામાં આવે છે. ભાઈ-બહેનનું નામ સાથે લખીને પણ રાખડી બનાવી આપવામાં આવે છે. આ ડ્રગ્સ રાખડી સાથે 'નો ટોબેકો', 'સેવ ટ્રી', 'સેવ વોટર' સાથેની પણ અલગ અલગ રાખડી ઉપલબ્ધ છે.