ETV Bharat / state

Rahul Gandhi filed appeal : સુરત સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીએ ફાઇલ કરી અપીલ, સજા પર સ્ટે સુનાવણી 13 એપ્રિલે થશે

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં બે અરજી ફાઇલ કરી છે. સુરત સેશન્સ કોર્ટમાં હવે આગળની કાર્યવાહી થશે. સજા પર સ્ટે સુનાવણી 13 એપ્રિલ અને કોર્ટના ચૂકાદાને પડકારતી અરજી પરની સુનાવણી 3 મેના રોજ હાથ ધરવામાં આવશે. રાહુલ ગાંધીને કોર્ટમાં જે અપીલ રજૂ કરી છે, તેમાં ફરિયાદીના વકીલ 10 એપ્રિલના રોજ જવાબ રજૂ કરશે. રાહુલ ગાંધીને રેગ્યુલર જામીન આપવામાં આવ્યા છે.

author img

By

Published : Apr 3, 2023, 3:03 PM IST

Updated : Apr 3, 2023, 4:52 PM IST

dfgfdg
fdgdfg
dsfdsf

સુરત : કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં બે અપીલ ફાઇલ કરી છે. પ્રથમ અપિલ સજા પર સ્ટે માટે છે અને બીજી અપીલ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે. આ બન્ને કોર્ટે સ્વીકાર કરી લીધી છે. સજા પર સ્ટેની સુનાવાણી 13 એપ્રિલના રોજ થશે અને ચૂકાદાની સુનાવણી 3 મે ના રોજ થશે. રાહુલ ગાંધીને રેગ્યુલર જામીન આપવામાં આવ્યા છે. એટલે કે સુનાવણી ચાલે ત્યાં સુધીના જામીન છે.

હવે આગળ શુ થશે - 13 એપ્રિલના રોજ રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવા પર છુટ આપવામાં આવી છે. હવે રાહુલને 13 એપ્રિલના રોજ હાજર રહેવાની જરુર નથી. 15,000ના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા છે. કોર્ટને ફરિયાદીને નોટીસ આપીને જવાબ માંગ્યો છે. ફરિયાદી વકીલ 10 એપ્રિલના રોજ પોતાનો જવાબ રજૂ કરશે. 13 એપ્રિલના રોજ સજાના સ્ટે પર સુનાવણી થશે. 2 વર્ષની સજા પર દલીલ કરવામાં આવશે. જો સજા ઓછી થશે તો રાહુલની સદસ્યતા પર કંઇક થઇ શકે છે.

શુ કેસ છે : સુરત કોર્ટે 52 વર્ષીય રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતાની કલમ 499 (બદનક્ષી) અને 500 (વ્યક્તિની ફોજદારી માનહાનિ માટે દોષિત વ્યક્તિ માટે સજા) હેઠળ દોષિત ઠેરવ્યા છે. રાહુલ ગાંધીને જેથી તેઓ ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરી શકે. રાહુલ ગાંધીએ કર્ણાટકની એક ચૂંટણીલક્ષી જાહેરસભામાં મોદી સરનેમવાળા બધા ચોર કેમ હોય છે તેવી ટિપ્પણી કરી હતી. જેની સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ બદનક્ષી કેસ કર્યો હતો. આ કેસની કાર્યવાહીમાં રાહુલ ગાંધી ત્રણવાર સુરત કોર્ટ સમક્ષ હાજર પણ થયાં હતાં. છેવટે બંને પક્ષોની દલીલો અને પુરાવાઓ સહિતની કાર્યવાહી થયાં બાદ સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી અને ઉપલી અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો.

રાહુલ ગાંધી પોતાનું સંસદીય પદ પણ ગુમાવી બેઠા છે : આ બાદ ઝડપથી બનેલા ઘટનાક્રમમાં રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ કરવાની ઘટના પણ બની હતી. 24 માર્ચે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીને સંસદના સભ્યપદેથી અયોગ્ય ઠેરવતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. લોકસભામાંથી ગેરલાયક ઠર્યા બાદ રાહુલ ગાંધી આગામી ચૂંટણી લડી શકશે નહી. જેથી તેમની સજા પર સ્ટે મૂકાય તો રાહુલ ગાંધીને રાહત મળે. જ્યાં સુધી ઉચ્ચ અદાલત તેમની સજા પર સ્ટે નહીં મૂકે ત્યાં સુધી આ મુશ્કેલી હોવાથી આજે રાહુલ ગાંધીએ અપીલ ફાઇલ કરી છે કે તેમની સજા રદ કરવામાં આવે.

બસથી નેતાઓ સાથે કોર્ટ પહોચ્યા : રાહુલ ગાંધી કોર્ટમાં 2019ના ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા સામે અપીલ દાખલ કરવા પહોંચ્યાં હતાં. તેમની સાથે તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ દેખાયાં હતાં. તમામ કોંગ્રેસી નેતાઓ પણ સાથે જોવા મળ્યા હતા. આજ અપીલ દાખલ કરવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાનો સુરત આવ્યાં છે. તેમજ ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ પણ તેમની સમર્થનમાં સુરત પહોંચ્યાં હતાં.

એકવોકેટે શું કહ્યુંઃ એડવોકેટ રોહન પાનવાલાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની સજા અને ચૂકાદા સામે બે અપીલ દાખલ કરવામાં આવી છે. સજા પર સ્ટે પરની સુનાવણી 13 એપ્રિલે થશે અને કોર્ટના ચૂકાદાને પડકારતી અરજી પરની સુનાવણી 3 મેના રોજ થશે. સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, શક્તિસિંહ, જેવા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. અને નામદાર કોર્ટે રેગ્યુલર જામીન આપી દીધા છે. જેથી ચૂકાદો ન આવે ત્યાં સુધી તેમના જામીન રહેશે.

rahul gandhi advt

કોંગ્રેસ સત્યાગ્રહ કરી રહ્યું છેઃ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે હું જાણવા માંગુ છું કે, જે કોગ્રેસના કાર્યકરો મહારાષ્ટ્ર, વડોદરા, નવસારી, ભરૂચથી આવી રહ્યા હતા, તેઓને શા માટે પકડવામાં આવ્યા છે. જો તેઓએ કોઈ હિંસા કરી હોય તો તમારો અધિકાર બંને છે. કોઈ શાંતિથી વિરોધ પ્રદર્શન કરે છે. ત્યારે પણ તમને શા માટે પેટમાં દુખે છે. આઝાદી પહેલાના સત્યગ્રાહનું નામ શું હતું? સત્ય માટે કરવામાં આવતો આગ્રહ. આજે કોંગ્રેસ સત્યાગ્રહ કરી રહ્યું છે અને અમે સત્ય માટે આગ્રહ કરી રહ્યા છીએ. 2014માં નરેન્દ્ર મોદી દ્વારા વાયદાઓ કરવામાં આવ્યા હતા. બે કરોડ લોકોને રોજગારીની વાત કરવામાં આવી હતી. બ્લૅક રકમ દેશમાં લાવવામાં આવશે. કાળા નાણા દેશ લઈ જનાર લોકો નીરવ મોદી, મેહુલ ચોકસી વગેરે જેવા લોકો છે.

nana patole

સત્તાનો દૂરઉપયોગ થઈ રહ્યો છેઃ કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે દેશમાં મોટી સમસ્યા આવી જવાની હોય તે રીતે લોકશાહીની સામે ભાજપ ખતરો ઊભો કરી રહ્યો છે. દેશમાંથી લોકશાહી ખતમ થઈ જશે તેઓ દેખાવ કરી અને તેઓ સત્તાનો દૂરઉપયોગ આજે કરી રહ્યા છે. જે પ્રકારે રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગયા. નફરત છોડો અને ભારત જોડોની વાત કરી હતી અને એટલા માટે જ આજે આવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. અદાણી ઉપર કોઈ કાર્યવાહી નહી, અને રાહુલ ગાંધી પર કાર્યવાહી.

Last Updated : Apr 3, 2023, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.