ETV Bharat / state

Rahul Gandhi convicted: રાહુલ ગાંધીએ કોર્ટમાં નથી માગી માફી, વકીલ માંગુકિયાએ કરી મોટી સ્પષ્ટતા - રાહુલ ગાંધી દોષિત

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી અટકને લઇને કરેલા નિવેદન અંગેના માનહાનિના કેસમાં 2 વર્ષની જેલ થઈ છે. મામલો એવો છે કે જો કોઈ સાંસદ કે ધારાસભ્યને સજા થાય તો તેમનું સભ્યપદ જતું રહે છે. તો શું આના આધારે રાહુલ ગાંધીનું સભ્યપદ જતું રહેશે કે પછી રહેશે તે અંગે રાહુલ ગાંધીના વકીલ બાબુ માંગુકિયા સાથે વાતચીત કરી હતી.

Rahul Gandhi convicted : કોર્ટમાં રાહુલ ગાંધીએ દોષિત સાબિત થતાં શું કહ્યું? સાંસદ પદ રહે કે જાય તેની સ્પષ્ટતા

author img

By

Published : Mar 23, 2023, 4:04 PM IST

રાહુલ ગાંધીના વકીલ બાબુ માંગુકિયા સાથે વાતચીત

સુરત : મોદી અટકને લઇ વિવાદિત નિવેદન આપનાર રાહુલ ગાંધી સામે પૂર્ણેશ મોદીએ કરેલા માનહાનિ કેસમાં આજે સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. જ્યારે તેમને જામીન પણ મળી ગયા છે પણ 30 દિવસની અંદર તેઓને સેશન્સ કોર્ટમાં અપીલ કરવાની રહેશે.જોકે રાહુલ ગાંધીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમણે જે પણ કહ્યું છે તે રાજકીય નેતા તરીકે કીધું છે, દેશમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને ઉજાગર કરવો એ મારી પ્રાથમિકતા છે કોઈ ગુનો કર્યો નથી.

રાહુલનો ઇનકાર : રાહુલ ગાંધી સુરત કોર્ટમાં 10 :50 વાગે પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા વકીલોની ટીમ પણ તેમની સાથે હતી જો કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે માનહાનિ કેસમાં તેમને દોષી ઠરાવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. બંને પક્ષોની દલીલ પહેલા જ્યારે જજ દ્વારા રાહુલ ગાંધીને પોતાની તરફથી પક્ષ મૂકવા માટેનો સમય આપવામાં આવ્યો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે તેઓએ કોઈ ગુનો કર્યો નથી દેશમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે એક રાજનેતા તરીકે આ વાત તેઓએ કહી હતી જેથી તેઓ પોતાને દોષિત માનતા નથી.

આ પણ વાંચો Reaction to Rahul Gandhi Case Verdict: માનહાનિના કેસમાં દોષિત રાહુલ ગાંધી કેસ પર નેતાઓએ આપી પ્રતિક્રિયા

સુપ્રીમમાં માફી માગી હતી : રાહુલ ગાંધીએ વર્ષ 2018 માં સુપ્રીમ કોર્ટમાં માફી માંગી હતી. રાહુલ ગાંધીના વકીલોના ટીમમાંથી એક બાબુભાઈ માંગુકિયાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી તરફથી દલીલો કરવામાં આવી હતી કે જે પણ નિવેદન આપવામાં આવ્યું છે તેનાથી ફરિયાદી પક્ષને કોઈપણ પ્રકારની સામાજિક આર્થિક ક્ષતિ થઈ નથી. જેના કારણે સજા કઈ રીતે થઈ શકે. જ્યારે બીજી બાજુ ફરિયાદી પક્ષ તરફથી વકીલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ 2018માં એક વિવાદિત નિવેદનને લઈ સુપ્રીમ કોર્ટમાં માફી માંગી હતી. જોકે ત્યાર પછી પણ તેઓએ વિવાદિત નિવેદન આપ્યું છે.

જજમેન્ટથી સંતોષ નથી : રાહુલ ગાંધીના વકીલે વધુમાં જણાવ્યું હતું કે બે વર્ષની સજા થાય તેવો આ કેસ જ નથી. માનહાનિ કેસમાં જે સામગ્રી હોવી જોઈએ તે નથી. આ કેસમાં એક પણ એવિડન્સ નવું લાવવામાં આવ્યું નથી. આ સજા અને જજમેન્ટ ખોટું છે.

આ પણ વાંચો Rahul Gandhi: શુ છે ચાર વર્ષ જૂનો કેસ? જેમાં રાહુલ ગાંધીને કરાઈ 2 વર્ષની સજા

સજા થતાં સાંસદ પદ ગુમાવશે રાહુલ ગાંધી ? : રાહુલ ગાંધીના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ કેસમાં બે વર્ષ કરતા વધારે સજા થાય ત્યારે સાંસદ પદ તેઓ ગુમાવી શકે છે. જોકે આ કેસમાં રાહુલ ગાંધીને માત્ર બે વર્ષની સજા થઈ છે. જેથી તેઓને આવી કોઈ સમસ્યા આવશે નહીં. અમે 30 દિવસની અંદર સેસન્સ કોર્ટમાં એક પિટિશન દાખલ કરીશું. કોર્ટ તરફથી 30 દિવસની જામીન મળી છે.

શું હતો આખો કેસ: મોદી સરનેમ સામે વિવાદી ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા છે. રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકની એક રેલીમાં નિવેદન આપ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેમ છે? આ નિવેદન સામે સુરત કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ નિવેદનને લઇને ગુજરાત સહિત ભાજપ દ્વારા મોટો વિરોધ કરવામાં આવ્યો હતો. જે બાદ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપ લગાવ્યો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો. બધા ચોરોની અટક મોદી કેમ છે? એવા તેમના નિવેદનથી અમારી અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી ત્રણવાર સુરત કોર્ટમાં હાજર પણ રહ્યાં હતાં. અંતે આજે આવેલા ચુકાદામાં રાહુલ ગાંધીને કલમ 504 હેઠળ બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.