સુરત મનપાના કમિશનરે બચ્છાનિધી પાનીએ જણાવ્યું કે, આ ઘટના વિશે અમે સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, આગ માટે જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. માર્કેટની બીયુસી રદ કરવાની કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે. કેટલાક દિવસ પહેલા જ માર્કેટને નોટિસ ફટકારવામાં આવી હતી. 10 દિવસ અગાઉ માર્કેટમાં આગની ઘટના બની હતી. જેને લઇને નોટિસ આપવામાં આવી હતી. આશરે 20 ટકા જેટલી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. બિલ્ડિંગના સ્ટ્રક્ચરને લઈ નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું.
સુરત મનપાના કમિશનરે બચ્છાનિધી પાનીએ વધુમાં કહ્યું કે, સુરત અને સુડાના વિસ્તારમાં આવતી આવી તમામ ઇમારતોમાં સ્ટ્રક્ચર અંગેની તપાસ કરવામાં આવશે. દરેક માર્કેટમાં નિયમોનું પાલન કરવું પડશે.