ઇડબલ્યુએસ પ્રમાણપત્ર કઢાવવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓ વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેતા હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર પર આરોપ છે કે, તંત્ર દ્વારા વાલીઓને વધુ હેરાન કરવામાં આવી રહ્યાં છે. તો અવારનવાર વાયદાઓ આપીને સવારના 4:00 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓ અકળાઈ ગયા છે. હેરાન થઈ રહેલા વાલીઓ સવાર સવારમાં વરાછાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પ્રધાન કુમાર કાનાણીના ઘરે મોરચો લઈને પહોંચયા હતા. જોકે કુમાર કાનાણી તરફથી સમસ્યાનો સમાધાન કરી આપવા અંગે આશ્વાસન આપવામાં આવ્યું છે.
સુરતમાં બિન અનામત જ્ઞાતિના દાખલા માટે વાલીઓને હાલાકી - surat
સુરત : બિન અનામત જ્ઞાતિના દાખલા માટે વાલીઓ અને વિધાર્થીઓને હાલાકી ભોગવી સામનો કરવો પડી રહ્યો છે. હેરાન થઈ ગયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ સવાર સવારમાં વરાછાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પ્રધાન કુમાર કાનાણીના ઘરે મોરચો લઈને પહોંચ્યા હતા.