- ભાજપ કાર્યાલય પરથી જરૂરિયાત મંદ લોકોને વિનામૂલ્યે ઈન્જેકશનનું વિતરણ
- ભાજપ આટલા બધી ઈન્જેકશન ક્યાંથી લાવે છે ?
- ઈન્જેકશન માટે લોકોની લાંબી લાઈનો લાગી
સુરતઃ શહેરમાં જે ભાજપ સરકાર દ્વારા ભાજપ કાર્યાલય ખાતેથી જરૂરિયાત મંદ લોકોને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત શહેર આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાધવાની દ્વારા જણાવવામાં આવ્યું કે, સુરતમાં દિવસે દિવસે કોરોનાની પસ્તિથી ખૂબ જ વર્તી રહી છે. તો ગઈ તારીખ 6 એપ્રિલના રોજ ગુજરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન અને રાજ્યમાં આરોગ્ય સચિવ જયંતી રવી સુરત ખાતે પધારી આઇયાના શાસકો અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી કે મુખ્યપ્રધાને જાહેરાત કરી હતી કે, ઈન્જેકશનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ઈન્જેક્શન મળી જશે આજે 11 તારીખ થઇ ગઈ છે. આજે પણ સુરતના લોકો ઈન્જેક્શન માટે વલ્ખા મારી રહ્યા છે.
ઈન્જેકશન માટે લોકો લાઈનો લાગી
સુરતની સિવિલ અને સિમ્મેર હોસ્પિટલોમાં ઈન્જેકશન માટે લોકો લાઈનો લગાવીને બેઠા છે. એમ પણ જોવામાં આવી રહ્યું છે કે, છેલ્લે પોતાના સ્વજનોને બચવા માટે દર્દીના સ્વજનો દ્વારા કોઈ પ્રાઇવેટ જગ્યા કે, હોસ્પિટલ, મેડિકલમાંથી બ્લેકમાં પણ ઈન્જેકશન મળતું હોય તો પણ લેવા માટે તૈયાર છે. સુરતમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઇ છે. ગુજરાતના મુખ્યપ્રધાન સહિત મ્યુનિસિપલ કમિશનરના તમામ પદાધિકારીઓ સુરત અને જિલ્લાના તમામ ધારાસભ્ય ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન, કુમારભાઈ કાનાણી સાહેબ જેવા તમામ નેતાઓ સુરતના લોકોને દવા-સારવાર ઈન્જેક્શન આપવામાં નિષ્ફળ રહ્યા છે.
આ પણ વાંચોઃ સુરતમાં સતત બીજા દિવસે BJP દ્વારા નિઃશુલ્ક રેમડેસીવીર ઈન્જેક્શનનું વિતરણ
5000 જેટલા ઈન્જેક્શન ભાજપ કાર્યાલય પરથી આપવામાં આવશે
સુરતના લોકો ઈન્જેક્શન માટે લાંબી લાઈનોમાં ઉભા છે. વહીવટી તંત્ર એમ કહી રહ્યું છે કે, ઈન્જેકશન આવ્યા નથી તે સમય દરમિયાન ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સુરત સિવિલ હોસ્પિટલમાં પોંહચીને એમ કહે છે કે, 5000 જેટલા ઈન્જેક્શન ભાજપ કાર્યાલય પરથી આપવામાં આવશે. ઇન્જેક્શન સરકાર અને સરકારી તંત્ર પાસે આવવા જોઈએ. ચેતન ભારતીય જનતા પાર્ટી પાસે કઈ રીતે આવ્યા સૌથી મોટો પ્રશ્નએ છે. વિજય રૂપાણી ઇન્જેક્શન લાવવામાં અસફળ રહ્યા છે, ત્યારે સી.આર.પાટીલ દ્વારા એમ સાબિત કરવામાં આવી રહ્યું છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ કાર્યમાં અસફળ રહ્યા, ત્યારે હું સફળ રહ્યો તેમ સાબિત કરવા માગે છે. અને સી.એમ બનવા માગે છે. ગુજરાતની જનતા જાણવા માગે છે કે, તમારી અંદર જે લડાઈ હોય તે તમે અંદરો અંદર સંકલન કરીને કરો પણ આ ગુજરાતની જનતાને બચાવે જે રીતે સી.આર.પાટીલને મુખ્યપ્રધાન બનવાની ઈચ્છા છે. તેજ રીતે મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને આરોગ્ય પ્રધાન બનવાની લાલસા છે. પોતાની પાર્ટીનું નામ કરવા માટે ભાજપ કાર્યાલય પર બોલાવીને ઈન્જેક્શન આપવામાં આવી રહ્યું છે. એક ધારાસભ્ય તરીકે એક ઇન્જેક્શન વેચાણ કરવુંએ યોગ્ય નથી ડ્રગ અને ફૂડ વિભાગનો કાયદો છે કે, જે અધિકૃત એજન્સીઓ છે તેજ આ ઈન્જેક્શન વેચી શકે છે.
નવી સિવિલ હોસ્પિટલ અને સિમ્મેર હોસ્પિટલમાં જ મળશે
સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા એમ જણાવવામાં આવી રહી છે કે, સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ નૈષધ દેસાઇ દ્વારા એમ કહેવામાં આવ્યું કે, 6ઠ્ઠી એપ્રિલના રોજ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે, ઇન્જેક્શનના અભાવે લોકોની લાઈન લાગી છે અને ઇન્જેક્શનના અભાવે લોકોએ પોતાની જાન ગુમાવી છે, ત્યારબાદ સુરત કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું કે, ઇન્જેક્શન ફક્ત અને ફક્ત જ સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સિમ્મેર હોસ્પિટલમાં જ મળશે. બીજે ક્યાંય મળશે નહીં અને બીજે દિવસે સી.આર.પાટીલ સાહેબ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, 5000 ઈન્જેક્શન ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય પરથી આપવામાં આવશે. સવાલ એટલો જ છે કે, સરકાર કામ કરતી હોય તો સરકાર પક્ષને જોઈને કામ ના કરે સંવિધાન મુજબ પ્રજાની હિતમાં માટે કામ કરવું સમાન ન્યાય માટે કામ કરવું તમે ત્યાં કલેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ સુરતમાં હોસ્પિટલની બહાર રેમડેસીવીર ઇન્જેક્શન માટે લાગી લાંબી કતાર
લોકતંત્રમાં ડેમોક્રેસી
લોકતંત્રમાં ડેમોક્રેસીમાં માત્ર 200 થી 500 ઈન્જેકશન માટે 200થી 250 જેટલા માણસોનું અવસાન થયું અને તમે 5000 ઇન્જેક્શન આપે તેવી જાહેરાત, પક્ષ કેવી રીતે કરી શકે ક્યાં કાયદા નીચે ક્યા સંવિધાન નીચે સરકાર અને પક્ષ 2 અલગ આઈડીન્ટીફાઈ લોકતંત્રમાં ડેમોક્રેસીમાં માત્ર જે કામ સરકારે કરવું જોઈએ તે બધાને વિનામૂલ્યે આપવું જોઈએ. જે તમામ પ્રાઇવેટ જગ્યા હોય જરૂરિયાત મંદ હોસ્પિટલ હોય તેની જગ્યાએ તમે આ પક્ષ દ્વારા લોકોને ઇન્જેક્શન આપી રહ્યા છે. તમે પાર્ટી માટે કામ કરી રહ્યા છો કે, લોકોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છો. તમારે લોકોની જાન બચાવી છે કે પછી પક્ષ પેહલો ઇન્જેક્શન લાવ્યા તે બાબતે તમે બધા કાયદાઓ બાજુ પર મૂકી દીધો વિધાનસભામાં બધા કાયદા રદ કરીદો ડ્રક્સ એક્ટ દ્રક્સ કરીદો એસેસોયસ કોમોડિટી એક્ટ કરીદો કાયદાઓ રદ કરી તો માત્ર અને માત્ર જ પાટીલ સાહેબના શબ્દો જ કાયદો એવું સ્થાપિત કરી દો તો આપણે આ ઇન્ટરવ્યૂની પણ જરૂર ના પડે ક્યાંથી લાવ્યા તે બાબતે કહેવામાં આવ્યું કે કાયદામાં એવી જોગવાઇ છે કે, ડ્રક્સ એક્ટમાં એવી કોઈ જોગવાઈ છે કે કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ ઇન્જેક્શન લાવી શકે તેવું ડૉક્ટરની સારવાર વગર જો કાયદામાં એવી જોગવાઇ ના હોય તો સંઘવી સાહેબ અને પાટીદારના શબ્દોએ ભારતનો કાયદો ગુજરાતમાં કાયદો અને દેશનો કાયદો મજામાં સમાન સૌનો વિકાસ સબકા વિકાસ ક્યાં ગયો આતો ખાલી પક્ષનો વિકાસ તમે ખાલી પક્ષનો વિકાસ જ પ્રસ્થાપિત કર્યો છે.