સુરત: તારીખ 29 અને 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે (Narendra Modi Gujarat Visit ) છે. ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સુરતમાં ભારે ભીડ ઉમટી હતી, ત્યારે વડાપ્રધાન મોદીના મેગા રોડ શો માં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ જ ભીડમાં અખંડ મોદી ભક્તોની ભક્તીનો પરચો પણ જોવા મળ્યો હતો. એક યુવકે પોતાની છાંતી પર જ વડાપ્રધાન મોદીનું ટેટુ કરાવેલો ફોટો (Modi Road Show Youth Tattoo Photo ) હાલ લોકોનું ધ્યાન આકર્ષી રહ્યો છે. આ ફોટો બીજેપી દ્વારા #ગુજરાતના_દિલમાં_મોદી ટેગ સાથે વાયરલ થઈ રહ્યો છએ. સાથે જ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પણ #ગુજરાતના_દિલમાં_મોદી સાથે આ ફોટો ટ્વિટ (Youth Modi Tattoo Photo Viral Twitter) કર્યો હતો.
-
ગુજરાતીઓના દિલમાં મોદી#ગુજરાતના_દિલમાં_મોદી #વિકાસનો_વિશ્વાસ pic.twitter.com/zyUs9A2O1k
— Jitu Vaghani (@jitu_vaghani) September 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ગુજરાતીઓના દિલમાં મોદી#ગુજરાતના_દિલમાં_મોદી #વિકાસનો_વિશ્વાસ pic.twitter.com/zyUs9A2O1k
— Jitu Vaghani (@jitu_vaghani) September 29, 2022ગુજરાતીઓના દિલમાં મોદી#ગુજરાતના_દિલમાં_મોદી #વિકાસનો_વિશ્વાસ pic.twitter.com/zyUs9A2O1k
— Jitu Vaghani (@jitu_vaghani) September 29, 2022
3400 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ: વડાપ્રધાન મોદીએ આજે સુરતમાં એક મેગા રોડ શો (Pm Modi Surat Road Show) કર્યો હતો, ત્યારબાદ તેમને એક સભાને સંબોધી હતી. જેમાં તેમને સુરતને અનેક ભેટો આપી છે. ડ્રીમ સિટી ફેઝ 1નું ઉદઘાટન પીએમ મોદીએ કર્યું હતું. સુરતમાં હવે ટ્રાફિક, વીજળી, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની સમસ્યાઓ રિયલ ટાઈમમાં તરત જ ઉકેલી શકાશે. 3000 કેમેરા સાથે IT મેક સેન્ટર શહેરનું ટ્રાફિક નિયંત્રણ કરશે. ઊપરાંત લીંબાયતમાં જાહેરસભામાં 3400 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કર્યુ હતુ.
-
ગુજરાતીઓના દિલમાં મોદી#ગુજરાતના_દિલમાં_મોદી pic.twitter.com/NIDtLeYe3i
— BJP Gujarat (@BJP4Gujarat) September 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ગુજરાતીઓના દિલમાં મોદી#ગુજરાતના_દિલમાં_મોદી pic.twitter.com/NIDtLeYe3i
— BJP Gujarat (@BJP4Gujarat) September 29, 2022ગુજરાતીઓના દિલમાં મોદી#ગુજરાતના_દિલમાં_મોદી pic.twitter.com/NIDtLeYe3i
— BJP Gujarat (@BJP4Gujarat) September 29, 2022
સુરત આવો તો સુરતનું જમણ કરવું જ પડે: સુરતમાં જાહેરસભાને સંબોધન કરતા PM મોદીઓ જણાવ્યું છે કે, સુરત આવો તો સુરતનું જમણ કરવું જ પડે. નવરાત્રિનાં પાવન અવસરે ગુજરાત આવવું સૌભાગ્ય છે. સુરતનાં લોકોનો આભાર માનવા શબ્દો પણ ખૂટી પડે છે. સુરતનાં વિકાસ સાથે જોડાયેલી અનેક પરિયોજના છે. તેમજ મોટાભાગનાં પ્રોજેક્ટ સામાન્ય લોકોને લાભ અપાવે તેવા છે. સુરત એક રીતે મીની હિન્દુસ્તાન છે. જેમાં સુરતમાં ટેલેન્ટની કદર થાય છે. સુરતમાં આગળ વધવાના સપના સાકાર થાય છે. વિકાસની દોડમાં પાછળ છૂટનારાનો હાથ સુરત પકડે છે. જેમાં સુરત ચાર Pનું ઉદાહરણ છે. પિપલ્સ, પબ્લિક, પ્રાઇવેટ પાર્ટનરશીપ સુરતમા છે. સુરતનાં પૂર વિશે અપપ્રચાર કરવામાં આવ્યો હતો. 20 વર્ષમાં સુરતે અન્ય શહેરો કરતા વધુ પ્રગતિ કરી છે..
-
Gujarat | Prime Minister Narendra Modi lays the foundation stone and dedicate various projects worth more than Rs 3,400 crores in Surat pic.twitter.com/J1b8AarylK
— ANI (@ANI) September 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujarat | Prime Minister Narendra Modi lays the foundation stone and dedicate various projects worth more than Rs 3,400 crores in Surat pic.twitter.com/J1b8AarylK
— ANI (@ANI) September 29, 2022Gujarat | Prime Minister Narendra Modi lays the foundation stone and dedicate various projects worth more than Rs 3,400 crores in Surat pic.twitter.com/J1b8AarylK
— ANI (@ANI) September 29, 2022
સુરતની સૂરતમાં વધારો : આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે હતા. તેમના હસ્તે સુરત પાલિકાના 22 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત મનપા અને જિલ્લાના કુલ 3472.54 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજથી સુરતમાં નવું તૈયાર થયેલ IT મેક સેન્ટર શહેરને નવી ઓળખ આપશે. આ પહેલા પીએમ મોદી એ બે કિમી લાંબો રોડ શો કર્યો જેમાં હજારોની સંખ્યા લોકો પીએમ મોદીની એક ઝલક માટે આતુર જોવા મળ્યા હતા અને કાફલા સાથે દૌડતા પણ દેખાયા હતા. દેશનાં સૌથી સ્વચ્છ શહેરોમાં સુરતનું નામ ગર્વથી લેવાય છે. તથા નવા ડ્રેનેજ નેટવર્કે સુરતને નવું જીવન આપ્યુ છે. સુરતને સાફ રાખવામાં ડ્રેનેજ નેટવર્કે મદદ કરી છે. તેમજ સુરતમાં ઝુંપડપટ્ટીની સંખ્યાઓ પણ ઘટી છે. જેમાં ઝુંપડામાં રહેતા લોકો માટે 20 વર્ષમાં 80 હજાર ઘર બન્યા છે. તેથી સુરત શહેરનાં ગરીબ લોકોનું જીવન સુધર્યુ છે. ડબલ એન્જિન સરકારથી અનેક સુવિધાઓ મળી છે. દેશમાં 4 કરોડ ગરીબ દર્દીઓને મફત સારવાર મળી છે.