- ભગવાન જગન્નાથના ભક્તો કોરોના કરાણે મુંજવણમાં
- સુરતમા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી
- રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાને લઈને કોઈ નિર્ણય નથી લેવાયો
સુરત: જાગીરપુરા વિસ્તારમાં આવેલ ઈસ્કોન મંદિરમાં આવતા મહિનાની 12 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાનારી છે. ત્યારે, હાલ ઇસ્કોન જગન્નાથ મંદિર દ્વારા રથ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેથી કહી શકાય છે કે ઇસ્કોન જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: સુરત ફાયર વિભાગના જવાનનો પૂર્ણા નદીમાંથી મળી આવ્યો મૃતદેહ, આત્મહત્યાની આશંકા
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી ઈસ્કોન
જગન્નાથ મંદિર દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત કાઢવામાં આવે છે. પરંતુ, ગત વર્ષે પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકાર દ્વારા રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વખતે પણ કોરોનાની પરિસ્થિતિ જોતા હાલ રાજ્ય સરકાર દ્વારા રથયાત્રા લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એના કારણે ભગવાન જગન્નાથના ભક્તો પણ હાલ મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: સુરત જિલ્લામાં મોંઘવારીને લઈ કોંગ્રેસનું પ્રદર્શન, કોંગી કાર્યકર્તાઓની અટકાયત
ગત વર્ષે સરકારે રથયાત્રા કાઢવાની મંજૂરી ન હતી આપી
12 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવશે. પરંતુ, દેશમાં ચાલી રહેલા કોરોના મહામારીને કારણે ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા રથયાત્રા કાઢવાની મંજૂરી આપી ન હતી. પરંતુ, મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથની રથયાત્રામાં મંદિરના પરિક્રમા કરાવીને તેમનાં સ્થાન ઉપર વિરાજમાન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, SOPના પાલન સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ વર્ષે પણ કંઈક એવુંજ લાગી રહ્યું છે. જેને લીધે ભગવાન જગન્નાથના ભક્તો મૂંઝવણમાં મુકાયા છે.