કામરેજ તાલુકાના નાનસાડ ગામે ગોકુલધામ સોસાયટીમાં રહેતા હાર્દિકે વીડિયો સેન્ડ કર્યો હતો. જેમાં હાર્દિક પોતે બોલતો હતો કે “આ વીડિયો મારી આત્મહત્યા પહેલાનો છે. હું મારી જિંદગીથી સાવ કંટાળી ગયો છું, મને જીવવામાં જરા પણ રસ નથી રહ્યો, હું સાવ થકી ગયો છું. મને માફ કરી દેજો ભાઈ તથા બહેન હું તમારા માટે લાયક નથી. હું આત્મહત્યા મારી જાતે કરું છું.
પ્રશાસન આ મામલે કોઈ ઇન્કવાયરી ન કરે મારી આત્મહત્યા પાછળનું કારણ હું જ છું” એવું જણાવતા અંકિતે આ અંગે તાત્કાલિક કામરેજ પોલીસની મદદ લીધી હતી. જેમાં જ કામરેજ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી પોલીસ ઈન્સ્પેકટર જે.બી. વનાર, ASI મહેન્દ્ર કાંતિ, આત્મહત્યા કરવા જનાર હાર્દિકની શોધખોળ આદરી હતી. પોલીસે તેના મોબાઇલ લોકેશન મેળવી પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહએ હાર્દિક જેન્તીલાલ પરમારને સુરત રેલ્વે સ્ટેશનથી શોધી કાઢ્યો હતો. પોલીસે માત્ર 3 કલાકની મહેનતમાં આ કામગીરી પૂર્ણ કરી હાર્દિકને પોતાના પરિવારજનોને સોંપતા પરિવારજનોએ રાહતની લાગણી સાથે કામરેજ પોલીસનો પણ ધન્યવાદ અદા કર્યો હતો.