ETV Bharat / state

રાહુલ ગાંધીના સ્ટીકર વાળી કારમાંથી 75 લાખની રોકડ મળતા બે શખ્સોની અટકાયત - સુરતમાં રાહુલ ગાંધી વાળી કાર

મહિધરપુરા પોલીસને રાહુલ ગાંધીના સ્ટીકર વાળી કારમાંથી લાખો (finding cash from car in Surat) રૂપિયાની રોકડ મળી આવી છે. કારમાં મોટી સંખ્યામાં ચલણી નોટોના બંડલો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને બે લોકોની અટકાયત કરી છે. (Election Check Post in Surat)

રાહુલ ગાંધીના સ્ટીકર વાળી કારમાંથી 75 લાખની રોકડ મળતા બે શખ્સોની અટકાયત

author img

By

Published : Nov 23, 2022, 11:22 AM IST

Updated : Nov 23, 2022, 2:28 PM IST

સુરત : આદર્શ ચૂંટણી આચારસંહિતાના અમલ માટે સુરત શહેરમાં ઠેર ઠેર ચેકિંગ (Election Check Post in Surat) ચાલી રહ્યું છે, ત્યારે મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીક SSTની ટીમ તૈનાત હતી. તે સમયે ઇનોવા કારને રોકી તેની તપાસ કરતાં લગભગ 75 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. કાર પર રાહુલ ગાંધીના કાર્યક્રમનો VIP પાર્કિંગ સ્ટીકર જોઈ પોલીસ અને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. જેમાં પોલીસે બે લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (finding cash from car in Surat)

કારમાં મોટી સંખ્યામાં ચલણી નોટોના બંડલો જોઇને પોલીસ ચોંકી ઉઠી

શું હતો સમગ્ર મામલો સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીક SSTની ટીમ તૈનાત હતી, ત્યારે એક ઇનોવા કારને રોકી તેની તપાસ કરતાં મોટી સંખ્યામાં ચલણી નોટોના બંડલો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી જાહેર થતાં પોલીસ દ્વારા વિવિધ ચેકપોસ્ટ ઉભી કરી વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. બીજી બાજુ, રાજ્યની બોર્ડરો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, ત્યારે મહિધરપુરા પોલીસ સ્ટેશન નજીક SST ટીમે 75 લાખ રોકડ સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. લાખોની રોકડ હાથ લાગતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. (Mahidharpura Police)

કોંગ્રેસ પ્રવક્તા નૈસદ દેસાઈનું નિવદેન

કાર મહારાષ્ટ્ર પાસિંગ છે આ ઉપરાંત ઇનોવા કારમાંથી કોંગ્રેસના ચૂંટણી સામગ્રી પેમ્પલેટ મળી આવ્યા છે, એટલું જ નહીં આ કાર પર રાહુલ ગાંધીના કાર્યક્રમનું VIP કાર પાર્કિંગ સ્ટીકર પણ લાગ્યું છે. જેમાં ઓથોરાઈઝડ સહી પણ જોવા મળે છે. કાર મહારાષ્ટ્ર પાસિંગ છે. જેનો નંબર MH 04 ES 9907 છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને ઉદય ગુર્જર અને મહંમદ ફેજ નામના બે લોકોની અટકાયત કરી છે. ઉદય ગુર્જર દિલ્લીનો રહેવાસી અને મહંમદ ફેજ સુરતનો રહેવાસી છે. જ્યારે આગળની તપાસ તપાસ Edને સોંપવામાં આવી છે.(Cash recovered from Innova car in Surat)

પૈસા કોણે ગણ્યા છે ? કોંગ્રેસ પ્રવક્તા નૈસદ દેસાઈએ જણાવ્યું હતું કે, આ બાબતે કોઈ સત્તાવાર માહિતી નથી. કેટલા પૈસા છે એ કોણે ગણ્યા છે ? આ કાવતરું કરવાનો પ્રયાસ છે. કારનો મિસ યુઝ કરવામાં આવ્યો છે. આ ખોટી રીતે કોંગ્રેસને બદનામ કરવાનું કાવતરું છે. VIP પાસ 2000 લોકોને આપવા આવ્યા હતા. સભા બહાર પણ આ પાસ કોઈને પણ મળી શકે એમ છે. કોંગ્રેસના સાહિત્ય બધે જ છે. કોઈપણ સ્થળે મળી શકે છે

Last Updated : Nov 23, 2022, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.