ETV Bharat / state

સુરતમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ - કતારગામ પોલીસ

સુરતના એક વિસ્તારમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે કિશોરીના પિતા પર હુમલો કરનાર 6 લોકોને પણ પોલીસે ઝડપી પાડ્યા હતાં.

surat
સુરત
author img

By

Published : Mar 3, 2020, 2:14 PM IST

સુરત: શહેરના એક વિસ્તારમાં 6 મહિના પહેલા એક કિશોરીનું 4 જેટલા યુવાનો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં અપહરણ બાદ આ ચારેય યુવાનો કિશોરીને ખેતરમાં લઇ ગયા હતાં. જ્યાં ચારેયએ પોતાની હેવાનીયત આ કિશોરી પર ઉતારી હતી. આ દુષ્કર્મની ઘટના બાદ નરાધમોએ કિશોરીના પરિવારજનોને ફોટા વાયરલ કરવા તથા મોઢા પર એસિડ નાખવાની ધાક-ધમકી આપી ફરિયાદ ન કરવા જણાવ્યું હતું.

કિશોરીનું અપહરણ કરી ગેંગરેપ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ

આ દરમિયાન 27મી ફેબ્રુઆરીના રોજ ફરી આ નરાધમો દ્વારા કિશોરીની છેડતી કરવામાં આવી હતી. જેથી કિશોરીના પિતા અને તેનો નરાધમોને આ બાબતે ટકોર કરવા ગયો હતો. જ્યાં નરાધમો તેના સાથીદારો સાથે પહોંચ્યા હતા. તેમાં કિશોરીના પિતા પર જીવલેણ હુમલો કરી ભાગી છૂટ્યાં હતાં. આ ઘટના બાદ કિશોરીના ભાઈએ 4 નરાધમો સામે દુષ્કર્મ અને અન્ય 6 સામે હુમલાની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાવી હતી.

આ ફરિયાદ બાદ કતારગામ પોલીસે દુષ્કર્મમાં સામેલ ચાર પૈકી જયેશ ખોખરીયાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત હુમલો કરનાર 6ની પણ પોલીસે ધરપકડ કરી હતી. જો કે, દુષ્કર્મ કરનાર ત્રણ આરોપી હજી સુધી પોલીસ પકડમાંથી ફરાર હતાં. આ ઉપરાંત કિશોરીના અપહરણમાં કાર કોની હતી? તેમજ તેને કોના ખેતરમાં લઈ જવાઇ હતી. તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.