સુરત : પોલીસ દ્વારા મિશન સુરક્ષિત સુરત શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસ અને આર્ટ ઓફ લીવીંગ દ્વારા હેપ્પીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 150 જેટલા આરોપીઓને એક હોલમાં એકત્ર કરાયા હતા અને તેઓને ગુનાખોરી છોડવા માટે સમજણ આપવામાં આવી હતી. આરોપીઓ ગુનાનો રસ્તો છોડી પોતાના જીવનમાં આગળ વધે તે હેતુ હતો. આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ખાસ કરીને રોષમાં આવીને કે પછી નશાના કારણે અથવા ભૂલથી કોઈ ગુના કરનાર આરોપીઓને અહીં એકત્રિત કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, જો કોઈ આરોપી સુધારવા માંગે તો તમને પોલીસ મદદ કરશે.
આ પણ વાંચો Surat Crime : મોતને ઘાટ ઉતારી હત્યારો મૃતદેહને ખભે નાખીને હોસ્પિટલ પહોંચ્યો, CCTV આવ્યા સામે
મદદ કરવામાં આવશે : સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતુ કે, આર્ટ ઓફ લીવીંગ સાથે મળીને પોલીસે આ કાર્યક્રમ યોજ્યો હતો. અહીં કોઈના કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તેવા ખાસ કરીને યુવાનોને એકત્ર કરાયા છે. એક યુવાન કે જેનાથી કોઈ ગુનો થઇ ગયો હોય અને તે સુધારવા માંગતો હોય તો રાષ્ટ્ર, સમાજની ભલાઈ એમાં જ છે કે તેને સુધારવાનો મોકો આપવામાં આવે. પોલીસ કાયદાનું અમલ પૂરી કડકાઈથી કરાવે છે. આ કાર્યક્રમમાં યુવાનોએ કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે હવે તેઓ ક્યારેય ગુનાખોરીના રસ્તા પર ના જાય. પોલીસ કાયદો વ્યવસ્થા તો જાળવી રાખશે, પરંતુ એવા લોકો કે જે કોઈ કારણોસર ગુનામાં સંડોવાયેલા હોય અને સુધારવા માંગતા હોય તો તેઓને મદદ પણ કરશે.
આ પણ વાંચો વ્યાજખોરો સામે સુરત પોલીસનું મેગા ઑપરેશન, એક જ દિવસમાં નોંધાયા 49 ગુના
શેનો ટુ ડ્રગ્સ અભિયાન : ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસ શહેરના યુવાનોને ડ્રગ્સના રવાડે નહીં ચડે આ માટે ટુ ડ્રગ્સ અભિયાન પણ ચલાવી રહી છે. તેમજ અવારનવાર આ માટે જનજાગૃતિ કાર્યક્રમ પણ નહીં રોજે છે. આરોપીઓમાં કરેલા અપરાધને લઈ પશ્ચયાતાપ થાય અને તેઓ સુધારવા માંગે તો સુરત પોલીસ તેમની મદદ કરવા પણ આગળ આવી રહી છે. જેને લઈને બાબતે નિવેદન સુરત પોલીસ કમિશનર અજય તોમરે આપ્યું છે.