સુરત : જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં ફરી એકવાર લૂંટની ઘટના (Surat Crime News) બની છે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા સમય પહેલા સુરતના બગુમરા ગામમાં 2 અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. ત્યાં પણ 2 યુવકો પાસે મોબાઈલ માગ્યો હતો પરંતુ યુવકે ન આપતા તેઓ લૂંટ ચલાવી ફાયરિંગ કરી ફરાર થયા હતા. ત્યારે ફરી એકવાર ઓલપાડ તાલુકામાં રાહદારીને ચપ્પુના ઘા ઝીંકી મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. અવારનવાર આ પ્રકાર લૂંટના મામલાઓ સામે આવતા લોકોમાં એક (Mobile Robbery Case) ભયનો માહોલ ફેલાયો છે.
આ પણ વાંચો જ્વેલર્સના કર્મચારીની આંખો મીંચોલી કરી દાગીના લઈને છુમંતર મહિલા, CCTVમાં બનાવ કેદ
શું છે સમગ્ર મામલો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ઉમરા ગામની શુભ રેસીડેન્સી પાસે પાંચ દિવસ પહેલા એક રાહદારીને સાથે લૂંટની ઘટના બની હતી. ચાર જેટલા શખ્સોએ રાહદારીને ચપ્પુના ઘા ઝીંકી મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. રાહદારીને (Pedestrian robbery in Olpad) ઈજાઓ થતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ભોગ બનનાર રાહદારીએ ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે મહત્વની વાત એ છે કે, મોબાઈલ જેવી નજીવી ચીજ વસ્તુઓ માટે આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ભય ફેલાયો હતો.(Robbery case in Surat)
આ પણ વાંચો સુરતમાં કેજરીવાલ મિલમાં કામ કરતા કારીગર પર ફાયરિંગ, ઈજાગ્રસ્ત સિવિલમાં દાખલ
LCBની ટીમે બે શખ્સોને ઝડપી લીધા સુરત ગ્રામ્ય LCB ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઉમરા ગામ ખાતે અંજામ આપનાર ગૌતમ, તેનો મિત્ર મયુર, રાજેશ અને કિશન એ એક રાહદારીને ચપ્પુ મારે તેની (Mobile robbery in Surat) પાસેથી મોબાઇલ લૂંટી નાસી ગયા હતા. તે પૈકી રાજેશ, કિશન નામના બે શખ્સો રંગોળી ચોકડી પાસે ઊભા છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે આ બંને શખ્સોને ઝડપી લીધા હતા. તેઓ પાસેથી મોટરસાયકલ, ચપ્પુ અને મોબાઈલ મળી ટોટલ 43,250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, ત્યારે બે પૈકી એક આરોપીનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો હતો. આરોપી રાજેશ વિરોધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. (robbed youth in Umra village)