ETV Bharat / state

સુરતમાં ATM તોડવાનો પ્રયાસ કરનારા 2 શખ્સોને પોલીસ ઝડપી પાડ્યા

author img

By

Published : Feb 28, 2020, 11:33 AM IST

સુરતના વેસુના 'એવલોંસ ધ બિઝનેસ હબ'માં આવેલા ઇન્ડિયન બેંકનું ATM તોડવાનો પ્રયાસ કરતી વેળા એલાર્મ સિસ્ટમ ર્સ્ટાટ થઇ જતા ભાગી છૂટેલા ત્રણ પૈકીના 2 ચોરને ઉમરા પોલીસે ઝડપી પાડયા છે. જેમાં ઝડપાયેલા બંન્ને ચોર પીપલોદ સ્થિત ઘરડાઘરમાં કુક તરીકે કામ કરે છે. તેમાં તેમનો ત્રીજો સાથીદાર વતન ભાગી ગયો હોવાની કબુલાત કરી છે. જ્યાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

surat
સુરત

સુરત: અઠવાડિયા અગાઉ વેસુ બિગબજાર નજીક 'એવલોંસ ધ બિઝનેસ હબ'ના ગ્રાઉન્ડ ફલોરમાં ઇન્ડિયન બેંકના ATMમાં વહેલી સવારે તસ્કરો ત્રાટકયા હતા. આ તસ્કરોએ કેશ સ્ટોરેજનો દરવાજો તોડવાનો પ્રયાસ કરતા ATM સેન્ટરમાં લગાવવામાં આવેલી એલાર્મ સિસ્ટમ સ્ટાર્ટ થઇ જતા તસ્કરો ભાગી ગયા હતા.

ATM તોડવાનો પ્રયાસ કરનારા 2 શખ્સોની પોલીસે કરી અટકાયત

આ ઘટનામાં ઉમરા પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત ઉમરા પોલીસને મળેલી બાતમીના આધારે ત્રણ પૈકી 2 ચોર શબુરઅલી જ્હાનુદ્દીન શેખ અને સાહીદઅલગી મુકામઅલીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, વતન ભાગી છૂટેલા તેમના ત્રીજા સાથીદાર અલી અક્બર સાથે તેઓ રાત્રીના સમયે ચોરી કરવા નીકળ્યા હતા. ઓટો રીક્ષામાં મજુરા ગેટ અને નવી સિવિલ હોસ્પિટલ સહિત ત્રણથી ચાર ઠેકાણે ATMમાં ચોરી કરવા માટે ગયા હતા. પરંતુ ATM સેન્ટરમાં લોકોની અવરજવર વધુ હોવાથી ત્યાંથી તેઓ પરત વેસુ આવ્યા હતા. તેમજ ઇન્ડિયન બેંકના એટીએમમાં અવરજવર નહી હોવાથી એટીએમના કેશનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એલાર્મ સિસ્ટમ ર્સ્ટાટ થઇ જતા ભાગી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.