સુરત : મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ પોલીસે (Theft case in Surat) ગણતરીના કલાકમાં ઉકેલી કાઢ્યો છે. શહેર પોલીસે દિલ્હીથી ફ્લાઇટ મારફતે સુરત આવી ચોરી કરતી ગેંગના ચાર સભ્યોને પકડી પાડવામાં સફળતા મળી છે. દિવ્યેશ માવાણી નામના વ્યક્તિ દ્વારા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. (Nepali gangs steal in Surat)
શું હતો સમગ્ર બનાવ તેમને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મહિધરપુરાના વસ્તાદેવડી રોડ ગોતાલાવાડી ધરમ એમ્પાયરના પહેલા માળે વારા જ્વેલર્સ નામનું એક કારખાનું ચલાવે છે. આ કારખાનામાં 10 ડિસેમ્બરના રોજ રાત્રે 11:30 થી 12 વાગ્યાના અરસામાં કેટલાક શખ્સો કારખાનાનો મેઇન દરવાજાનો નકુચો તોડી કારખાનામાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ કારખાનાની ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસના ટેબલ નીચે રાખેલા શેપમાંથી 18 કેરેટના 61.93 ગ્રામના એક પિંક ગોલ્ડના ટુકડા અને 18 કેરેટ યલ્લો ગોલ્ડના 82.57 ગ્રામના ટુકડાની આ શખ્સો ચોરી કરીને ભાગી ગયા હતા. આમ કુલ 5,80,226ના મુદ્દામાલની ચોરી કારખાનામાં ઘુસેલા ચોર ઇસમોએ કરી હતી. (Theft case in Surat)
દિલ્હીની ફ્લાઈટ મારફતે સુરતમાં આવીને ચોરી મહત્વની વાત છે કે, વારા જ્વેલર્સ નામના કારખાનામાં ચોરી કરવા ઘૂસેલા દિલ્હીની ફ્લાઈટ મારફતે સુરતમાં આવીને ચોરી કરી હતી. જોકે આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગણતરીના કલાકમાં જ તપાસ કરીને જ્વેલર્સના કારખાનામાં ચોરીની ઘટનાને અંજામ આપનારા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. (Theft in Surat via Delhi flight)
નેપાળી ગેંગના ચાર સભ્યો મહિધરપુરા પોલીસે જ્વેલર્સના કારખાનામાં ચોરી કરનાર શખ્સોની ધરપકડ કરી છે. તે નેપાળી ગેંગના ચાર સભ્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીના નામ દિલ બહાદુર રાઈટા, રાજેશ શેટ્ટી, કરણ વિશ્વકર્મા અને ગણેશ સારકી છે. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી સેન્ટ્રો કાર, બે લોખંડની કોષ, ગેસ કટર, પાઇપ બે નંગ, બે ગેસ સિલિન્ડર, ત્રણ પેચ્યા, બે પાના, એક લોખંડનો સળીયો અને ત્રણ ગેસ કટીંગની નોઝલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
18 ચોરીના ગુના નોંધાયા છે DCP પિનાકિન પરમારે જણાવ્યું હતું કે, પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરતા સામે આવ્યું છે કે, આરોપી ગણેસ સારકી સામે અગાઉ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તો રાજેશ શેટ્ટી સામે મહારાષ્ટ્ર તેમજ તેલંગાણા ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 18 ચોરીના ગુના નોંધાયા છે. દિલ બહાદુર નામના આરોપી સામે મહારાષ્ટ્ર તથા કર્ણાટક ખાતે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના 2 ગુના દાખલ થયા છે. તો કરણ વિશ્વકર્મા નામના સામે મહારાષ્ટ્ર ખાતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો છે. (Surat Crime News)