સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ભૂતપોર ગામે રહેતા અશોકભાઇ ચીમનભાઈ રાઠોડે પરણિત હોવા છતાં પલસાણાની એક 17 વર્ષીય સગીરાને પોતાના પ્રેમજાળમાં ફસાવી પરણિત હોવાની વાત છુપાવી લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ કરતા સગીરા ગર્ભવતી બની હતી. ત્યારબાદ સગીરાએ આ અંગે યુવકને જાણ કરતા યુવકે ભૂતપોર ગામના જયદીપભાઈ તેમજ મહેશભાઇ ફકીરભાઈ પટેલને સાથે મળીને આ સગીરાને બારડોલી ખાતે એક ડોક્ટરને ત્યાં સગીરાને તેના પરિવારની જાણ બહાર લઈ ગયા હતાં. ત્યાંથી ડોક્ટરે ચિઠ્ઠી લખી આપી સોનોગ્રાફી માટે સુરત મોકલ્યા હતાં. ત્યાં સગીરાને સુરત લઈ જઈ ડો. રસેસભાઈ ગુજરાતીને ત્યાં તેનો ગર્ભપાત કરાવ્યો હતો અને તાજા જન્મેલા બાળકને બલેશ્વર ખાતે અવાવરું જગ્યા એ લઇ આવી સળગાવી દેવાયું હતું. જે અંગે સગીરાની માતાએ ત્રણ આરોપી ઉપરાંત ગર્ભપાતની પ્રક્રિયામાં સંડોવાયેલા સુરતના ગોપીપૂરા ગોવિંદપ્રભા આરોગ્ય કેન્દ્રના ડો. રસેસભાઈ ગુજરાતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પલસાણા પોલીસે આ અંગે તપાસ શરૂ કરૂ હતી.
સમગ્ર પ્રકરણમાં પોલીસ પણ સક્રિય બની અને સગીરાને ગર્ભવતી બનાવનાર અશોકભાઇ ચીમનભાઈ રાઠોડ તેમજ ગર્ભપાતની પ્રક્રિયામાં સંડોવાયેલા સુરતના ગોપી પૂરા વિસ્તારમાં આવેલા ગોવિંદપ્રભા આરોગ્ય કેન્દ્રના ડો. રસેસભાઈ ગુજરાતીની ધરપકડ કરી હતી. આ સાથે જ આ કરતૂતમાં તબીબને મદદરૂપ થનાર ઈસમને પણ પોલીસ એ દબોચી લીધો હતો.
મુખ્ય આરોપી અશોક પરણિત હોવા છતાં સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ કરતો હતો. સમગ્ર મામલે કુલ ત્રણ આરોપીની પોલીસ એ ધરપકડ કરી હતી. જોકે હજુ પણ સમગ્ર મામલે સગીરાને પ્રાથમિક તબક્કે અશોક રાઠોડનું પાપ ઢાંકવા જયદીપ તેમજ મહેશ ફકીર પટેલ ઉર્ફે મહેશ મંડપવાળાનું પણ નામ બહાર આવ્યું છે. આ બંને ઈસમો સગીરાને ગર્ભપાત કરાવવા તબીબને ત્યાં લઇ ગયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે હાલ જયદીપ અને મહેશ મંડપ બંને ફરાર હોઇ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.