ETV Bharat / state

અસામાજિક તત્વો અને નશાના કારોબારને ડામવા પોલીસ દ્વારા યોજાઈ સ્પેશ્યલ ડ્રાઈવ

author img

By

Published : Jul 21, 2019, 11:22 AM IST

સુરત: અસામાજિક તત્વો અને નશાના કારોબારને ડામવા સુરત પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. નશીલા પદાર્થનું કેટલાક અસામાજિક તત્વો સેવન કરતા હોવાની માહિતી સુરત પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે અનેક વિસ્તારોમાં સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરી 100થી વધુ લોકોની અટકાયત કરી હતી.

સુરત

આજની યુવાપેઢી નશામાં ગરકાવ થઈ રહી છે. આ સાથે શહેરમાં કેટલાક એવા સ્થળો છે જે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. ત્યારે આવા ઠેકાણાઓ પર અસામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરાતું હોવાની માહિતી સુરત પોલીસને મળી હતી. જે માહિતીના આધારે સુરત પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

અસામાજિક તત્વો અને નશાના કારોબારને ડામવા સુરત પોલીસ દ્વારા યોજાઈ સ્પેશિયલ ડ્રાઈવ

સુરતના ઉમરા, પાલ, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સ્પેશ્યલ કોમ્બિગ હાથ ધરી 100થી વધુ લોકોની અટકાયત કરી હતી. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ એક PI કક્ષાના અધિકારીની સાથે 30 જેટલા પોલીસ જવાનો આ કોમ્બિગમાં જોડાયા હતા. જ્યાં અટકાયત કરાયેલા તમામ લોકોને ઉમરા અને અડાજણ પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતા.

100થી વધુ નબીરાઓની અટકાયત કરાતા પરિવારજનો પણ મોડી રાત્રે પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોતાના સંતાનને છોડાવવા ભાગદોડ કરી હતી. પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલા તમામ લોકોની મેડિકલ તપાસ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન 12 જેટલા દારૂના નશાનો કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે 6 લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.

તો બીજી તરફ 40 જેટલા બાઇક પણ જપ્ત કરવામાં આવ્યા હતા. આ અંગે ડીસીપી ઝોન 3 વિધિ ચૌધરીએ જણાવ્યું કે, આ શહેર પોલીસની એક સ્પેશ્યલ ડ્રાઈવ છે અને મળેલી ફરિયાદના આધારે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી જુદા-જુદા સ્થળોએ છાપો મારવામાં આવ્યો હતો. જ્યાં 100થી વધુ લોકોની અટકાયત કરી મેડિકલ તપાસ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે કોઈ યુવકે નશો કર્યો હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે વ્યસનમુકત વ્યક્તિની પૂછપરછ કરવામાં આવશે.

Intro:સુરત : છેલ્લા કેટલાક દિવસોથી ગુનાખોરી અને ગેરપ્રવૃત્તિઓ નો ગ્રાફ વધતો જઇ રહ્યો છે.અસામાજિક તત્વો અને નશાના કારોબાર ને ડામવા સુરત પોલીસ દ્વારા આ માટે સ્પેશિયલ દ્રાઈવ હાથ ધરવામાં આવી છે.નશીલા પદાર્થ નું કેટલાક અસામાજિક તત્વો સેવન કરતા હોવાની માહિતી  સુરત પોલીસ ને મળી હતી.જેના આધારે પોલીસે  શહેરના ઉમરા,રાંદેર,અડાજણ ,પાલ સહિતના વિસ્તારોમાં સ્પેશિયલ દ્રાઈવ નું આયોજન કરી સો થી પણ વધુ લોકોની અટકાયત કરી હતી.જેમાં નશીલા પદાર્થનું સેવન કરેલા લોકોની મેડિકલ તપાસ કરવામાં આવી.જ્યારે અન્ય લોકોની પૂછપરછ બાદ મુક્ત કરી દેવાયા હતા.જો કે અટકાયત કરાયેલા લોકોમ કેટલાક મોટા ઘરના નબીરાઓ હોવાથી પરિવારજનો પણ મોટી સંખ્યામાં પોલીસ મથકે દોડી આવ્યા હતા...

Body:આજની યુવાપેઢી નશાના દળદલ માં ગરકાવ થઈ રહી છે.આ સાથે શહેરમાં કેટલાક એવા સ્થળો છે જે અસામાજિક તત્વો નો અડ્ડો બની ગયો છે.ત્યારે આવા ઠેકાનાઓ પર અસામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થો નું સેવન કરાતું હોવાની માહિતી સુરત પોલીસને મળી હતી.જે માહિતીના આધારે સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ દ્રાઈવ હાથ ધરવામાં આવી હતી...સુરત ના ઉમરા,પાલ, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી સ્પેશિલ કોમ્બિનગ હાથ ધરી સો થી વધુ લોકોની અટકાયત કરી હતી.શહેર પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ના સીધા માર્ગદર્શન હેઠળ એક પીઆઇ કક્ષાના અધિકારી ની સાથે 30 જેટલા પોલીસ જવાનો આ કોમ્બિનગ માં જોડાયા હતા.જ્યાં અટકાયત કરાયેલ તમામ લોકોને ઉમરા અને અડાજણ પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા હતા.સો થી વધુ નબીરાઓ ની અટકાયત કરાતા પરિવારજનો પણ મોડી રાત્રે પોલીસ મથકે દોડી આવ્યા હતા અને પોતાના સંતાન ને છોડાવવા ભાગદોડ કરી હતી.પોલીસ દ્વારા અટકાયત માં લેવાયેલ તમામ લોકોની મેડિકલ તપાસ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.દરમ્યાન 12 જેટલા દારૂના નશાનો કેસ કરવામાં આવ્યા હતા.જ્યારે 6 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.તો બીજી તરફ ચાલીસ જેટલી મોટર સાયકલ પણ જપ્ત કરવામાં આવી હતી.આ અંગે ડીસીપી ઝોન 3 વિધિ ચૌધરીએ જણાવ્યું કે,આ શહેર પોલીસની એક સ્પેશિયલ દ્રાઈવ છે અને મળેલ ફરિયાદના આધારે આજ રોજ પોલીસની અલગ અલગ ટિમો બનાવી જુદા જુદા સ્થળોએ છાપો મારવામાં આવ્યો હતો...જ્યાં સો થી વધુ લોકોની અટકાયત કરી મેડિકલ તપાસ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.જે કોઈ યુવકે નશો કર્યો હશે તો તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે...જ્યારે વ્યસનમુકત વ્યક્તિની પૂછપરછ બાદ જાવા દેવામાં આવશે...

Conclusion:અત્રે ઉલ્લેખનિય છે કે થોડા દિવસ અગાઉ શહેરમાં એમ.ડી.દ્રગ્સ સહિત નશીલા પદાર્થ નું મસમોટુ રેકેટ શહેર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું....પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી આ એમ.ડી.દ્રગ્સ નશાનો કારોબાર કરતા શખ્સો દ્વારા શહેરના નબીરાઓ સુધી પોહચાડી તેઓને નશાના દળદળ માં ધકેલવામાં આવી રહ્યા છે.જે ચોક્કસ માહિતી ના આધારે જ શહેર પોલીસ દ્વારા આ સ્પેશિયલ દ્રાઈવ  હાથ ધરવામાં આવી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.ત્યાં વીતેલા છેલ્લા દિવસોમાં સુરત શહેરમાં ગુનાખોરી અને અસામાજિક તત્વો ની ગેરપ્રવૃત્તિઓ ને ડામવા શહેર પોલીસ હવે વધુ સક્રિય બની છે અને આવા તત્વો ને ઝડપી પાડવા સ્પેશિયલ દ્રાઈવ ચલાવી રહી છે.

બાઈટ :વિધિ ચૌધરી( ડીસીપી ઝોન 4 સુરત )

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.