ETV Bharat / state

PM Narendra Modi Visit : શું છે અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશન વિકાસનું જાપાનીઝ ટીઓડી મોડલ, પીએમ મોદી સમીક્ષા કરશે - ટીઓડી મોડલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીના નિરીક્ષણ માટે સુરતના અંત્રોલીની મુલાકાત લેવાના છે. અંત્રોલી વિસ્તારમાં ભવ્ય બુલેટ ટ્રેન સ્ટેશન બનાવાઇ રહ્યું છે. પ્રથમ બુલેટ ટ્રેન જ્યાંથી દોડશે તે સુરત બૂલેટ ટ્રેન સ્ટેશનને જાપાનીઝ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ મોડલ ( ટીઓડી મોડલ )હેઠળ ડેવલપ કરવામાં આવી રહ્યું છે.

PM Narendra Modi Visit  : શું છે અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશન વિકાસનું જાપાનીઝ ટીઓડી મોડલ, પીએમ મોદી સમીક્ષા કરશે

author img

By

Published : Jun 1, 2023, 8:36 PM IST

Updated : Jun 2, 2023, 2:19 PM IST

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અઢળક ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક છે હાઈસ્પીડ બુલેટ રેલ સ્ટેશન. જેના વિવિધ તબક્કાની કામગીરીની સતત ચર્ચાઓ થતી રહી છે. ત્યારે આગામી દિવસોમાં પીએમ મોદી સ્વયં આ પ્રોજેક્ટના મહત્ત્વના સ્ટોપેજ એવા સુરતના અંત્રોલી સ્ટેશન પર પ્રોજેક્ટની કામગીરીના નિરીક્ષણ અર્થે આવી રહ્યાં છે. અંત્રોલીમાં જાપાનીઝ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ મોડલ હેઠળ સુરત હાઈસ્પીડ બુલેટ રેલ સ્ટેશનની એક કિમીની રેન્જમાં આવતા વિસ્તારને વિકસાવવામાં આવી રહ્યું છે.

PM Narendra Modi Visit : શું છે અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશન વિકાસનું જાપાનીઝ ટીઓડી મોડલ, પીએમ મોદી સમીક્ષા કરશે
PM Narendra Modi Visit : શું છે અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશન વિકાસનું જાપાનીઝ ટીઓડી મોડલ, પીએમ મોદી સમીક્ષા કરશે

ડેવલપમેન્ટ બ્લૂ પ્રિન્ટ તૈયાર : અંત્રોલી સ્ટેશન પર મલ્ટી મોડલ ઈન્ટિગ્રેશન પ્લાનિંગથી અંત્રોલીનું ચિત્ર બદલાઇ જવાનું છે. આ સાથે અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનના એરિયા નંબર 1, 2 અને 3 ડિવાઈડ પાર્ટમાં 500 મીટરથી લઇ એક કિમી રેન્જની ડેવલપમેન્ટ બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે.જે NHSRCL, SUDA અને સુરત કોર્પોરેશનો સંયુક્ત પ્રયાસ છે.

રેલ લેવલનો સ્લેબ તૈયાર : મહત્ત્વનું છે કે વર્ષ 2026 માં પ્રથમ બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા ટ્રાયલ રન કરવામાં આવશે.આ અંગેની જાહેરાત કેન્દ્રીયપ્રધાન દ્વારા પહેલાં જ થઇ ચૂકી છે. જેથી અંત્રોલી સ્ટેશન વધુ મહત્વનું બની રહેશે.અમદાવાદ-મુંબઈ 508 કિમી હાઈસ્પીડ બુલેટ રેલ કોરિડોરનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. જેમાં સુરતના અંત્રોલી ખાતે હાઈસ્પીડ બુલેટ રેલ સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેનો રેલ લેવલનો સ્લેબ તૈયાર કરી દેવામાં આવ્યો છે જ્યારે કોન્કોર્સ વિસ્તારનું કામ પણ ચાલુ છે. આ સ્થિતિમાં નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા MMI (મલ્ટીમોડલ ઇન્ટિગ્રેશન) હેઠળ સુરત હાઇ સ્પીડ બુલેટ સ્ટેશન વિકસાવવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.

આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે : અંત્રોલીમાં બની રહેલા સુરત હાઈસ્પીડ રેલ સ્ટેશનના એક કિમી ત્રિજ્યાને જાપાનીઝ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ મોડલ હેઠળ વિકસાવવામાં આવશે. એટલે કે આ એક કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણપણે હાઇટેક હશે. આ પહેલનો ઉદ્દેશ હાઇ સ્પીડ સ્ટેશનોની આસપાસના વિસ્તારોનો વિકાસ કરવાનો અને પ્રવાસીઓ અને અન્ય હિતધારકોની સુલભતા અને સગવડા વધારવાનો અને સ્ટેશન વિસ્તારની આસપાસ આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો છે.

આ રીતે થશે વિકાસનું કામ : જાપાનમાં હાઇ સ્પીડ સ્ટેશનોની આસપાસ JICA (જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી)ના સફળ અમલીકરણના આધારે ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કુશળતા અને અનુભવ વહેંચવામાં આવશે. પ્રોજેક્ટના અમલીકરણ સંબંધિત જરૂરી ટેકનિકલ માર્ગદર્શન અને સલાહ JICA નિષ્ણાતો દ્વારા અપાઇ રહ્યું છે. .અંત્રોલી સ્ટેશશન વિસ્તાર વિકાસ પ્રોજેક્ટ માટે સત્તાવાળાઓ દ્વારા ગુજરાતમાં સાબરમતી અને સુરત
તથા મહારાષ્ટ્રના વિરાર અને થાણે એચએસઆર સ્ટેશનોની આસપાસના પસંદ કરેલા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટેશનોની પસંદગી કરવાનું કારણ એ છે કે સ્ટેશનની આસપાસનો વિશાળ વિસ્તાર વિકાસ માટે ઉપલબ્ધ છે.

ડેવલપમેન્ટ બ્લૂ પ્રિન્ટ
ડેવલપમેન્ટ બ્લૂ પ્રિન્ટ

આ એજન્સી બનાવશે : અંત્રોલીની શકલ બદલનારા વિકાસ કાર્યમાં આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, રેલવે મંત્રાલય, ગુજરાત સરકાર, નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીની સહભાગિતા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.

અંત્રોલીને આ રીતે બદલશે સ્ટેશન વિકાસ : બુલેટ ટ્રેન સ્ટેશનના વિકાસ કાર્ય પાછલ કેટલાક વ્યાપક હેતુઓ સમાયેલા છે. જેમાં ભીડમાં ઘટાડો અને સ્ટેશનોનો ઉપયોગ સરળ બનાવવા સાથે સ્ટેશનની આસપાસ વિવિધ વ્યાપારી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો હ્થીતુ પણ છે. આનાથી પ્રવાસીઓને મોટું પ્રોત્સાહન મળશે, તેમની સગવડ વધશે સાથે સાથે સુરતના અર્થતંત્રને વધુ વેગ મળશે. અહીં કોર્પોરેટ ઓફિસો, હોટલ, શૈક્ષણિક અને તબીબી સુવિધાઓ જેવી વ્યવસાયિક સંસ્થાઓનો વિકાસ થશે.પ્રીમિયમ એફએસઆઈ, એફએઆર દ્વારા જમીનના મૂલ્યનું સંપાદન વધારાની આવક પેદા કરશે અને તે સ્ટેશન વિસ્તારના વિકાસ માટે ભંડોળ પૂરું પાડવામાં પણ મદદ કરશે.

વિસ્તાર 1ઃ સુરત હાઈ સ્પીડ સ્ટેશનની આસપાસનો વિસ્તાર, પિક-અપ અને ડ્રોપ-ઓફ, પાર્કિંગ અને પેસેન્જર પ્લાઝા હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એકીકરણની ખાતરી કરવા માટે, NHSRCL તમામ સ્ટેશનો માટે મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન (MMI) યોજનાઓ NDRF દ્વારા વિવિધ રાજ્ય આયોજન સત્તાવાળાઓ સાથે પહેલેથી જ વિકસાવવામાં આવી છે. NHSRCL દ્વારા પહેલા જ તબક્કાનું આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે.

વિસ્તાર 2ઃ અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનથી 150-200 મીટરના અંતરે મુસાફરો માટે સુવિધાઓ હશે, જેનો ઉપયોગ મૂલ્ય મેળવવા માટે કરવામાં આવશે.ફાઇનાન્સ હેતુ માટે કરી શકાય છે. સુરત હાઇ સ્પીડ સ્ટેશન આસપાસનો વિસ્તાર સુરત શહેરી વિકાસ સત્તામંડળ અને સુરત મહાનગરપાલિકા વિવિધ એજન્સીઓ દ્વારા
વિકસાવવામાં આવશે. આ માટે શહેરના માસ્ટર પ્લાન, ડેવલપમેન્ટ પ્લાન અને લોકલ પ્લાનમાં સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ પ્લાનનો સમાવેશ કરીને કામગીરી કરવામાં આવશે. નીતિ માળખામાં સુધારો અથવા નોંધપાત્ર ફેરફાર જોવા કે પેટાનિયમોમાં ફેરફાર, વિકાસ નિયંત્રણો, ફ્લોર એરિયામાં સુધારો (FAR, FSI વગેરે) તેમજ હાલના રસ્તાઓ પહોળા કરવા અને રસ્તાની ભૂમિતિ સુધારવામાં આવશે.

વિસ્તાર 3ઃ સુરત હાઈ સ્પીડ સ્ટેશનથી 500- 800 મીટરના અંતરે મધ્યમથી લાંબા ગાળાના વિકાસનો સમાવેશ થશે. અહીં કોમર્શિયલ ઈમારતો, મોલ, બિઝનેસ કોમ્પ્લેક્સ, હોટલ, ઓફિસ, શૈક્ષણિક અને તબીબી સુવિધાઓ વિકસાવવામાં આવશે.

જાપાનનું ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ મોડલ : સંકલિત સ્ટેશન વિસ્તાર વિકાસ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટના ખ્યાલ પર આધારિત છે.જાપાનમાં ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (TOD)ના કેટલાક સફળ ઉદાહરણો છે.તોહોકુ શિન્કાન્સેન )Tōhoku Shinkansen પર સેન્ડાઈ સ્ટેશન સ્પેસના ઉપયોગ દ્વારા સ્ટેશનની આસપાસ વધુ સારું પેસેન્જર નેટવર્ક બનાવવાની સાથે સાથે રેલ કનેક્શન્સમાં સુધારો કરવામાં આવ્યો છે. સ્ટેશન અને તેની આસપાસ કોમર્શિયલ સુવિધાઓ અને રહેણાંક વિસ્તારો વિકસાવવામાં આવ્યા છે.

ટોક્યો સેન્ટ્રલ સ્ટેશન ટાઉન પ્લાનિંગ : આનુષંગિક નિયમન અને જગ્યાના ઉપયોગના સરળ અમલીકરણ ઉપરાંત, FAR ટ્રેડિંગ પર આધારિત વિશેષ FAR ડિસ્ટ્રિક્ટ સિસ્ટમે સ્ટેશન વિસ્તારના વિકાસમાં મદદ કરી છે. ટોક્યો સ્ટેશનએ સૌથી વ્યસ્ત સ્ટેશનો પૈકીનું એક છે અને આર્થિક પ્રવૃત્તિ માટેનું વ્યાપારી કેન્દ્ર છે. ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટનો લાભ મેળવનારા અન્ય સ્ટેશનોમાં શિબુયા, સાકુદૈરા, કનાઝાવા, ઓસાકા વગેરેનો સમાવેશ થાય છે.

  1. પીએમ મોદીના ડ્રિમ પ્રોજેકટ પર CAG ની ટકોર, બુલેટ ટ્રેનના કર્મચારીઓની નિવૃત્તિ બાદ તબીબી સારવાર અને પેન્શન યોજનનની કોઈ હિસાબી નીતિ નહીં
  2. Mumbai-Ahmedabad Bullet Train Project: વલસાડ જિલ્લામાં સૌથી પહેલો પાર નદી ઉપર 320 મીટર લાંબો બ્રિજ તૈયાર
  3. PM Modi: આગામી 5મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંત્રોલી ખાતે નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે

Last Updated : Jun 2, 2023, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.