સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલો હીરો સુરતના ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. લેબગ્રોન હીરાને બનાવતા 2 મહિના જેવો સમય લાગ્યો હોવાનું કહેતા સ્મીત પટેલે કહ્યું કે, સુરતમાં જ તેનું પોલિશિંગ કામ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને સુરતના હીરાને અમેરિકાના ફર્સ્ટ લેડીને આ હીરો આપ્યો તે અમારા માટે ગર્વની બાબત છે.
ઇકો ફ્રેન્ડલી હીરો: આ હીરા પ્રાકૃતિક નહીં પરંતુ લેબમાં તૈયાર થયો છે. જેને ઇકો ફ્રેન્ડલી હીરા કહેવામાં આવે છે. આત્મનિર્ભર ભારત અને ખાસ કરીને આઝાદીના અમૃત મહોત્સવ એટલે 75 મો વર્ષ હોવાના કારણે પીએમ યુએસની લેડીને આ હીરા ભેટ સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો હતો. બે મહિનાની મહેનતે તૈયાર થયેલા આ હીરાને વડાપ્રધાને અમેરિકાના ફર્સ્ટ લેડીને આપતાં ઉદ્યોગકારો દ્વારા ખુશી વ્યક્તિ કરવાની સાથે સુરત માટે આ ગર્વની બાબત ગણાવી હતી.
'આ માત્ર સુરત જ નહીં પરંતુ દેશ માટે ગૌરવની બાબત છે. આને આત્મનિર્ભરથી બનેલો હીરો કહેવાય. આ હીરો સુરતમાં ઉગેલો છે અને કટ પોલિશ્ડ થયેલો છે. આ દુનિયાભરમાં જાય છે. આ હીરા કેમિકલથી બનાવવામાં આવતું હોય છે અને સંપૂર્ણ રીતે ઇકો ફ્રેન્ડલી હોય છે. આ હીરાને લેબમાં બનાવવામાં આવતું હોય છે. આ હીરા નેચરલ ડાયમંડની જેમ હોય છે. તેની તમામ ગુણવત્તા એકસરખી હોય છે. આ હીરા બનાવવામાં અમે સોલાર અને વિન્ડ એનર્જીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ પ્રકૃતિને નુકસાન પણ કરતું નથી.' -સ્મિત પટેલ, પ્રવક્તા, GJEPC India
હીરો આત્મનિર્ભરતાનું ઉદાહરણ: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 7.5 કેરેટ હીરા અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. આ ઇન્ડસ્ટ્રી લાખો લોકોને રોજગારી આપે છે. સાથે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આ ખૂબ જ સારું ક્ષેત્ર છે. દેશની અંદર આ હીરા તૈયાર કરવામાં આવે છે. દેશની અંદર જ કટ અને પોલીસડ થાય છે અને દેશની અંદર જ આ હીરાથી જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં જે લોકો આ ઇન્ડસ્ટ્રીને આગળ લઈને આવ્યા છે તેમની આ મહેનત છે. આ હીરા લેબમાં તૈયાર થતા કેટલાંક મહિના લાગી જાય છે. લેબમાં હીરા તૈયાર થયા બાદ તેને એક્સિલન્ટ કટ અને પોલીસડ કરવામાં આવે છે. લેબગ્રોન ડાયમંડ આત્મનિર્ભર ભારતનો મોટો ઉદાહરણ બની શકે આ માટે પીએમ મોદીએ ઓર્ડર આપ્યા હતા.