સુરત: શહેરની મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટસીટી અંતર્ગત શહેના પુણા પર્વતગામના વિસ્તારોમાં પાણીનું મીટર (Water meter in Surat)લગાવામાં આવેલ છે. શહેરના પુણા-પર્વતગામના વિસ્તારોમાં 1500થી વધુનું પાણીનું મીટર લગાવામાં આવ્યું છે. SMC તરફથી તમામ લોકોને પાણીના બિલ માટે SMS થી મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં 20,000થી 37,000 તો કોઈને 70,000 આ બિલ (Water bill in Surat)એક મહિનાનું આપવામાં આવ્યું છે. જેને લઈને રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે પાલિકાએ (Surat Municipal Corporation)આ મુદે પેહલા જ ચોખવટ કરી કે આ મેસેજ ટેક્નિકલ ભૂલથી મોકલવામાં આવ્યો છે. તેમ છતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે.
કોઈપણ ધનવાન માણસને પણન પોસાય - જયવીર સોસાયટીના પ્રમુખ દુર્લભ ભાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 11 વર્ષથી અહીંયા રહીએ છીએ અને અમારી સોસાયટીની અંદર 18 મકાન આવેલા છે. અમે જ્યારે SMC તરફથી પાણીના મીટર મૂકવાની વાત થયેલી ત્યારે અમે તેમને કહ્યું કે તમે કયા કારણસર મૂકો છો ? સ્માર્ટ સીટી અંતર્ગત દરેક સોસાયટીની અંદર પાણીના મીટર આવશે અને ત્યારબાદ સુરતમાં એક સાથે પાણીના બિલ જનરેટ થશે એવી રીતે અમેને અંધારામાં રાખી અને અમારા સભ્યોની સહી લીધી અને અમુક તો સાઈન નથી કરી તેમ છતાં પણ મીટર મૂકી દીધા છે.
આ પણ વાંચોઃ આ હોસ્પિટલને બિરયાની રૂપિયા 3 લાખમાં પડી, સરેરાશ બિલ જોયું તો સૌ કોઈ ચોંકી ગયા
35000થી 1 લાખ સુધીનું પાણી બિલ - લોકોએ પાણીના મીટર મુકવા દીધા નથી ત્યારે અમે જાગૃત નાગરિક તરીકે પાણીના મીટર મુકવા દીધા એટલે જ અમારી સાથે અન્યાય થયો છે. અમે એવું કહીએ છીએે કે આ મીટરને વહેલી તકે દૂર કરવામાં આવે. એક મહિનાનું જે બિલ અમારી સોસાયટીમાં આવ્યું છે એ બિલ 35000થી એક લાખ સુધીનું છે. આટલું બધું આવતું હોય તો સામાન્ય માણસ કે કોઈપણ ધનવાન માણસને પણ ન પોસાય નહી. જો સિસ્ટમની ખામી હોય તો સ્માર્ટ સીટી તરીકે આપણે એમ કહી શકાય કે આવો મિસ્ટેક કઈ રીતે થઈ શકે છે એ અમારે જાણવું છે. કોઈ રાજકીય મુદ્દો નથી પણ અમારા સોસાયટીમાં બિલ આવ્યું છે એ માટે ઉગ્ર વિરોધ અમે નોંધાવ્યો છે.
આ પણ વાંચોઃ Water crisis in Gujarat : રાજ્યમાં કુલ 206 ડેમમાં હવે કેટલું પાણી ઉપલબ્ધ છે? જાણો પાણીની પળોજણ
અમારે સિટીમાં રહેવું કે શું કરવું ? - મધુ બહેને જણાવ્યું હતું કે,અમારા ઘરમા એટલી આવક ના હોય એટલું પાણીનું બિલ અમારું બિલ રૂપિયા 50,000 આવ્યું છે. આટલું બિલ કઈ રીતે આવી શકે ? અમારે પાણી પીવું કે વાપરવું કે શું કરવું . અમારે સિટીમાં રહેવું કે શું કરવું ? અમે અત્યારે ઘર કેમ ચલાવતા હોય સરકારને ખબર છે મધ્યમ અને ગરીબ વર્ગ પરિવાર કઈ રીતે ઘર ચલાવતા હોય છે. અમે સાડી પર વર્ક લારી કામ કરતા હોઈએ છીએ અને ઘર ચલાવીએ છીએ.