ETV Bharat / state

કોરોનાનો ખતરો દૂર કરવા ફલેટ હોલ્ડરોએ બાલ્કનીમાં ઉભા રહીને કરી માતાજીની આરતી

દેશ અને ગુજરાતમાં કોરોનાનો ખતરો દિવસે દિવસે ઘેરો બનતો જાય છે. આ સંકટને દૂર કરવા સુરતના અડાજણ પાલનપુર કેનાલ પાસે શ્રીપદ રેસીડેન્સીના લોકોએ પોતાના ફ્લેટની બાલ્કનીમાં ઉભા રહી માતાજીની આરતી કરી કોરોના દૂર કરવા પ્રાર્થના કરી હતી.

સુરત
કોરોનાનો ખતરો દુર કરવા 164 ફલેટ હોલ્ડરોએ પોતાની બાલ્કનીમાં ઉભા રહીને માતાજીની આરતી કરી
author img

By

Published : Mar 28, 2020, 8:57 PM IST

સુરત: હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે કોરોના વાઈરસના કારણે શ્રદ્ધાળુઓ માતાજીના મંદિરમાં પૂજા-આરતી કરવા માટે નથી જઈ શકતાં. ત્યારે અડાજણના પાલનપુર કેનાલ સ્થિત આવેલા શ્રીપદ રેસીડેન્સીના 164 ફલેટ હોલ્ડરોએ પોતાની બાલ્કનીમાં ઉભા રહીને માતાજીની આરતી કરી કોરોના સામે રક્ષણ મેળવવા આશિર્વાદ માગ્યા હતા.

કોરોનાનો ખતરો દૂર કરવા ફલેટ હોલ્ડરોએ બાલ્કનીમાં ઉભા રહીને કરી માતાજીની આરતી
કોરોના વાઈરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. WHO દ્વારા કોરોનાને મહામારી જાહેર કરાઈ છે. કોરોનાના પ્રભાવને પગલે હાલ સમગ્ર ભારતને લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતીઓમાં પણ જાગૃતતા આવી છે. સુરતના અડાજણ પાલનપુર કેનાલ સ્થિત આવેલા શ્રીપદ રેસીડેન્સીના 164 ફલેટ હોલ્ડરોએ પોતાની બાલ્કનીમાં ઉભા રહીને દરરોજ માતાજીની આરતી કરી કોરોના સામે રક્ષણ મેળવવા આહ્વાન કર્યું હતું. બિલ્ડીંગ અને સોસાયટીના લોકો કોરોનાને કારણે લોકડાઉન થતા ઘરમાં જ આરતી કરી પ્રાર્થના કરી હતી. તેમજ લોકોને ઘરમાં જ રહેવા સંદેશો પણ પાઠવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.