ETV Bharat / state

બારડોલીના માણેકપોરના ગ્રામજનો ચોર સામે રક્ષણ મેળવવા પોતે જ બન્યા રક્ષક - gujaratinews

સુરત: જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામમાં ગ્રામજનોએ ચોરો સામે રક્ષણ મેળવવા અનોખી જાગૃતિ દર્શાવી છે. આ વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવો બનતા હોવાથી ગ્રામજનોએ જાતે જ રાત્રી ફેરી કરીને પોતે જ પોતાના રક્ષક બન્યા છે.

માણેકપોરના ગ્રામજનો ચોરો સામે રક્ષણ મેળવવા પોતે જ બન્યા પોતાના રક્ષક
author img

By

Published : Jul 10, 2019, 12:02 PM IST

સુરતના બારડોલી તાલુકાના છેવાડે આવેલા માણેકપોર ગામમાં ચોમાસાની મોસમ શરૂ થતાંની સાથે જ અવારનવાર ચોરીના બનાવો બન્યા હતા. જેને લઈને ગામના વડીલો અને યુવાનોએ એકત્ર થઈને બેઠક કરી હતી. જેમાં ગામની રક્ષા હવે કઈ રીતે કરી શકાય અને ચોરો સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય તે અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

ગત સપ્તાહે માણેકપોર ગામમાં બુકાનીધારીઓએ એક NRIના બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. જોકે ગામના યુવાનો જાગી જઈને પ્રતિકાર કરતા તેઓ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ મળેલી મિટિંગમાં ગ્રામજનો અને યુવાનોએ રાત્રી ફેરી કરવાનું નક્કી કર્યું હતું. સાથે જ ગામના સૌ યુવાનો રાત થતાં જ લાકડી અને બેટરી લઇને નીકળી પડે છે. ગામના લોકો નિશ્ચિત રહે તે માટે પોતે જ રક્ષક બનીને ફેરી ફરે છે.

માણેકપોરના ગ્રામજનો ચોરો સામે રક્ષણ મેળવવા પોતે જ બન્યા પોતાના રક્ષક

માણેકપોર ગામે ચોરીના બનાવોને પગલે એક સમયે ગામમાં ભયનો માહોલ પણ ઉભો થયો હતો. પરંતુ ગામમાં યુવાનોની મોટી સંખ્યા હોવાથી વડીલોએ હિંમત પુરી પાડીને ગામની રક્ષા કરવા રાત્રી ફેરીનો કીમિયો શરૂ કર્યો હતો. જેમાં એક ફેરીમાં 15થી વધુ યુવાનો સામેલ કરીને સાતે સાત દિવસે રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ફેરી ફરે છે.

છેલ્લા પંદર દિવસમાં મઢી, માણેકપોર અને ઉવા જેવા ગામોમાં ઘરફોડ ચોરીની બુમરાણ ઉઠી હતી. ઉવા ગામે ચોરીના પ્રયાસમાં બે ચોરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય અનેક ઘરફોડના બનાવો હજુ પણ પોલીસ ચોપડે નોંધાયેલા છે. જે પોલીસની રાત્રી પેટ્રોલિંગની પણ ચાડી ખાય છે. મઢી પોલીસ ચોકી અંદરમાં સોળ જેટલા ગામો આવે છે. જેના કારણે માણેકપોરના ગ્રામજનો પોલીસના કામમાં સહકાર આપી રહ્યાં છે.

Intro:સુરત જિલ્લા ના બારડોલી તાલુકા ના માણેકપોર ગામે ગ્રામજનો એ ચોરો સામે રક્ષણ મેળવવા અનોખી જાગૃતિ દર્શાવી છે. અવારનવાર ચોરી ના બનાવો બનતા માત્ર પોલીસ પર મદાર નહીં રાખી ગ્રામજનો જાતે જ રાત્રી ફેરી ફરી પોતેજ પોતાના રક્ષક બન્યા છે.

Body:હાથ માં લાકડી લઈ ફરતા ઈસમો કોઈ ચોર , લૂંટારું કે બાગીઓ નહીં પણ એક ગામ ના ગ્રામજનો છે. જેઓ પોતે પોતાના રક્ષક બન્યા છે. કઈ રીતે તો આવો જાણી એ . બારડોલી તાલુકા ના છેવાડે આવેલ માણેકપોર ગામ. કે જ્યાં ચોમાસા ની મોસમ શરૂ થતાં અવારનવાર ચોરી ના બનાવો બન્યા હતા. જેથી ગામ ના વડીલો અને યુવાનો ભેગા મળી બેઠક કરી હતી. કે ગામ ની રક્ષા હવે કઈ રીતે કરી શકાય. અને ચોરો સામે રક્ષણ મેળવી શકાય.
ગત સપ્તાહે માણેકપોર ગામે બુકનીધારીઓ એ એક એન આર આઈ ના બંધ ઘર ને નિશાન બનાવ્યું હતું. જોકે ગામ ના યુવાનો જાગી જઈ પ્રતિકાર કરતા ભાગી છૂટ્યા હતા. અને બાદ માં મળેલ મિટિંગ માં ગ્રામજનો અને યુવાનો એ રાત્રી ફેરી ફરવાનું નક્કી કર્યું હતું. અને ગામ ના સૌ યુવાનો રાત થતાંજ લાકડી અને બેટરી લઇ નીકળી પડે છે. અને ગામ ના લોકો નિશ્ચિત રહે તે માટે પોતે જ રક્ષક બની ફેરી ફરી રહ્યા છે. અને ગામડાં ગામ ના એક સંગઠન નું પણ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. સાંભળીએ.

Conclusion:માણેકપોર ગામે ચોરી ના બનાવો ને પગલે એક સમય એ ગામ માં ભય નો માહોલ પણ ઉભો થયો હતો. પરંતુ ગામ માં યુવાનો ની મોટી સંખ્યા હોય વડીલો એ હિંમત પુરી પાડી હતી. અને ગામ ની રક્ષા કરવા રાત્રી ફેરી નો કીમિયો શરૂ કર્યો હતો. અને એક વારી માં 15 થી વધુ યુવાનો સામેલ કરી સાતે સાત દિવસ રાત્રી ના 11 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી ફેરી ફરે છે. સાંભળીએ.
ગ્રામ્ય વિસ્તાર માં ચોરી ના બનાવો ની વાત કરી એ તો બારડોલી તાલુકા નું આ માણેકપોર ગામ મઢી આઉટ પોસ્ટ પોલીસ ચોકી માં આવે છે. અને છેલ્લા પંદર દિવસ માં મઢી , માણેકપોર , ઉવા જેવા ગામો માં ઘરફોડ ચોરી ની બુમરાણ ઉઠી હતી. ઉવા ગામે ચોરી ના પ્રયાસ માજ બે ચોરો પકડી મઢી પોલીસ ની સતત મહેનત એ સફળતા મળી હતી. જ્યારે અન્ય અનેક ઘરફોડ ના બનાવો હજુ પણ પોલીસ ચોપડે વણ ઉકેલ્યાં રહ્યાં છે. જે પોલીસ ની રાત્રી પેટ્રોલિંગ ની પણ ચાડી ખાય છે. મઢી પોલીસ ચોકી અંદર માં સોળ જેટલા ગામો આવે છે. જેથી પોલીસ પર પણ માત્ર મદાર નહીં રાખી આ માણેકપોર ના ગ્રામજનો પોલીસ ના કામ માં હાથ મેળવી સહકાર આપી રહયા છે. અને ગામ માં રાત્રી ફેરી ફરી સાચા અર્થ માં પોતેજ પોતાના રક્ષક બન્યા છે.

બાઈટ : 1 બાબુ ભાઈ પટેલ ( વડીલ - માણેકપોર )

બાઈટ : 2 ચિંતન ચાવડા ( રાત્રી ફેરી ના સભ્ય - માણેકપોર )

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.