સુરત: શહેરમાં રહેતા પરપ્રાંતીય લોકો હવે લોકડાઉનમાં પણ પોતાના વતન જઈ શકશે. આ માટે સુરત- નવસારીના સાંસદ સી.આર પાટીલે જણાવ્યું છે કે, હાલ સુરતમાં રહેતા પરપ્રાંતિય લોકો કે, જેઓ પોતાના વતન જવા માગે છે, જેમની પાસે વાહન અથવા બસની વ્યવસ્થા છે તેઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પોતાના વતન જઈ શકશે. હાલ પરમીટ મળવાની શરૂ થઈ ગઈ છે.
નવસારીના સાંસદ સી. આર.પાટીલે જણાવ્યું છે કે, હાલ આ વ્યવસ્થા માત્ર સુરતમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકો અને લોકો માટે છે. સુરતમાં રહેતા પરપ્રાંતીય લોકોને લોકડાઉનમાં પોતાના વતન જવાનું છે. તેમની સમસ્યા અંગે ગૃહ મંત્રાલયમાં જાણ કરાઈ હતી. આ સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ જણાવવામાં આવ્યું છે. આખરે સુરતના પરપ્રાંતિયના લોકો માટે વતન જવાની વ્યવસ્થા કરાઈ છે. સુરતમાં રહેતા પરપ્રાંતિય લોકોની સમસ્યાને અવગત કરાવી આ નિર્ણય લેવાયો છે. જે લોકો પાસે પોતાનું વાહન હોય અથવા બસની સુવિધા હોય તે લોકો પરવાનગી મેળવી પોતાના વતન જઈ શકે છે.
શહેરમાં લાખોની સંખ્યાંમાં પરપ્રાંતીય મજૂરો રહે છે. જે પોતાના વતન જવા માંગે છે. જે લોકોએ કલેકટર પાસે પરવાનગી મેળવાની રહેશે. આ સાથે જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. હાલ સાંસદ કાર્યાલય ખાતે લોકો રજીસ્ટ્રેશન માટે આવી રહ્યા છે. આ લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે રાજ્ય, વાહન, જિલ્લા, ગામ અને પોતાની જાણકારી આપવાની રહેશે.