ETV Bharat / state

લાઈટ બિલ સહિત પ્રથમ શૈક્ષણિક સત્રની ફીમાં રાહત આપવા અંગે કોંગ્રેસ આપશે આવેદન - સુરત

લોકડાઉન અને કોરોના વાઈરસના કારણે લોકો નાણા ભીડ અનુભવી રહ્યા છે. આ દરમિયાન કોગ્રેસના કોર્પોરેટર દ્વારા લોકોને સાથે રાખી આવેદનપત્રમાં સહી લેવામાં આવી રહી છે. આ આવેદનપત્ર લાઈટ બીલ, વેરા અને પ્રથમ શૈક્ષણિક સત્રની ફીમાં રાહત આપવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકોની સહી લેવામાં આવી રહી છે.

આવેદનપત્ર
આવેદનપત્ર
author img

By

Published : Jun 2, 2020, 5:24 PM IST

સુરત: લોકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થતાં લોકોને ફટકારવામાં આવેલા લાઈટ બીલ, વેરા બીલ અને પ્રથમ શૈક્ષણિક સત્રની ફીમાં રાહત આપવામાં આવે તેવી માંગ સાથે સુરતના પુનાગામ વિસ્તારમાં કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

કોંગ્રેસી કોર્પોરેટર સહિતના આગેવાનો લોકોના ઘરે ઘરે જઈ લોકોની રજૂઆત સાથેના આવેદનપત્ર પાઠવી રહ્યા છે. આગામી દિવસોમાં 106 સોસાયટી અને 117 એપાર્ટમેન્ટના લોકો દ્વારા આવેદનપત્ર મારફતે સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવશે.

લાઈટ બિલ, વેરા અને પ્રથમ શૈક્ષણિક સત્રની ફીમાં રાહત આપવા અંગે લોકો આપશે આવેદનપત્ર

સુરતના પુનાગામ વિસ્તારના કોંગ્રેસી કોર્પોરેટર અને શિક્ષણ સમિતિ સભ્ય સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે, છેલ્લા 2 માસથી વધુ લોકડાઉન ચાલ્યું છે. લોકો કામ- ધંધા વગરના બેકાર બન્યા છે. લોકડાઉન બાદ લોકોને લાઈટ બીલ, વેરા બીલ ફટકારવમાં આવ્યા છે. એટલું જ નહીં, શાળાઓ દ્વારા બાળકોની શૈક્ષણિક ફી માટે વાલીઓને સૂચના આપવામાં આવી છે. જેથી લોકોની હાલાકી વધી છે.

સરકાર ડિફોલ્ડરની લોન માફ કરી શકતી હોય, તો પછી આ તો સામાન્ય પ્રજા છે. જે લોકોને આ બાબતોમાંથી રાહત આપવી સરકારની જવાબદારી છે. જેને લઈ અલગ અલગ સોસાયટીઓમાં હાલ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં 106 સોસાયટી અને 117 એપાર્ટમેન્ટના લોકો પોતાની રજૂઆત સાથેના આવેદનપત્ર તૈયાર કરી સુરત જિલ્લા કલેકટરને સુપ્રત કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.