ETV Bharat / state

Surat Doctor's negligence : સુરતમાં ઓપરેશન દરમિયાન દર્દીએ જીવ ગુમાવ્યો, બેદરકારી બદલ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

વર્ષ 2022 માં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા આનંદ હોસ્પિટલમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું. ઓપરેશન દરમિયાન વધુ લોહી વહી જતા દર્દીનું મોત થયું હતું. આ મામલે મૃતકના પરિજનોએ ડોક્ટર વિરુદ્ધ બેદરકારી દાખવી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જાણો સમગ્ર મામલો...

Surat Doctor's negligence
Surat Doctor's negligence
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 3:47 PM IST

સુરત : ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીને તકલીફ થઈ હોય અથવા અમુક કિસ્સામાં જીવ ખોવા સુધી વાત પહોંચતી હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો હતો. ઓપરેશન દરમિયાન વધુ લોહી વહી જતા મહિલાનું મોત નિપજ્યું હતું. મૃતક મહિલાના પરિજનોએ તબીબ પર બેદરકારીનો આરોપ મૂક્યો હતો. વર્ષ 2022 ની ઘટનાના રિપોર્ટમાં આનંદ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે, જેના આધારે સરથાણાના ડોક્ટર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

શું હતો મામલો ? બનાવની મળતી વિગત અનુસાર વર્ષ 2022 માં 25 જુલાઈના રોજ સરથાણા વિસ્તારમાં રહેતી પ્રિયંકાબેન વિવેકભાઈ અણઘણ, સરથાણા જકાતનાકા પાસે રોયલ આર્કેડના ત્રીજા માળે આવેલા આનંદ સર્જીકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં એપેન્ડિક્સના ઓપરેશન માટે દાખલ થયા હતા. આ સમયે ઓપરેશન કરનાર હોસ્પિટલના ડો. નિતેષકુમાર પરસોત્તમભાઈ સાવલિયાએ ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવતા દર્દી પ્રિયંકાબેનના એપેન્ડીસની બાજુમાં આવેલ લોહીની નસમાં કાણું પડી ગયું હતું.

આ ઘટનામાં સરથાણા પોલીસે ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવનાર આનંદ હોસ્પિટલના ડો. નિતેષકુમાર પરસોત્તમભાઈ સાવલિયા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જરૂરી સેમ્પલ લઈ એફએસએલમાં ચકાસણી અર્થે મોકલ્યા હતા. -- વિરલ પટેલ (PI, સરથાણા પોલીસ મથક)

મૃતકના પરિજનોનો આક્ષેપ : મૃતક મહિલાના પરિવારજનોની ફરિયાદ હતી કે, સરથાણા જકાતનાકાના રોયલ આર્કેડમાં આવેલ આનંદ સર્જીકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં એપેન્ડિક્સના દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. એપેન્ડિક્સના​​​​​​​ ઓપરેશન દરમિયાન નજીકની નસમાં કાણું પડી ગયું હતું. નસમાં કાણું પડી જતા 1.20 લિટર લોહી વહી ગયું હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે ડો. નિતેષ સાવલીયા સામે 304(એ) મુજબ ગુનો નોંધ્યો હતો. હોસ્પિટલના ડોક્ટર સામે બેદરકારીનો ગુનો સરથાણા પોલીસ મથકમાં નોંધાયો હતો.​

પોલીસ કાર્યવાહી : સરથાણાના PI વિરલ પટેલે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સરથાણા પોલીસે ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવનાર આનંદ હોસ્પિટલના ડો. નિતેષકુમાર પરસોત્તમભાઈ સાવલિયા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, વર્ષ 2022 સમયે પરિવારે ડેડબોડી લઈ જવાનો પણ ઇન્કાર કર્યો હતો. સ્મીમેરમાં મૃતક પ્રિયંકાબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જરૂરી સેમ્પલ લઈ એફએસએલમાં ચકાસણી અર્થે મોકલ્યા હતા.

  1. Surat Crime News: 2 મહિનાના બાળકની ચાલુ સારવાર દરમિયાન મહારાષ્ટ્રીયન માતા પિતા ફરાર થયા
  2. Surat Crime : માત્ર 28 વર્ષની ઉંમરમાં ગેંગ બનાવનાર કુખ્યાત આરોપી ઝડપાયો, ચિરાગ મેર વિરુદ્ધ 25 થી વધુ ગુના નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.