ETV Bharat / state

સ્કૂલ દ્વારા ફી મગાતી હોવાના વિરોધમાં વાલીઓએ કર્યો હોબાળો - education

શારદાયતન સ્કુલમાં ફી અને ઓનલાઈન શિક્ષણને લઈને વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. અંદાજીત 70 થી વધુ વાલીઓ સ્કુલે પહોચ્યા હતા. તેમજ નારેબાજી કરી શાળા સંચાલકો સામે વિરોધ નોંધાવ્યો હતો.

surat
શારદાયતન સ્કુલ
author img

By

Published : Jun 18, 2020, 2:32 PM IST

સુરત : પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાયતન સ્કૂલ દ્વારા ફી મંગાતી હોવાના વિરોધમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શાળા દ્વારા થોડા દિવસો અગાઉ પુસ્તકો આપવામાં આવ્યાં છે. આ પુસ્તકોની સાથે સાથે દરેક વાલીઓને ફી ભરવા અંગે પણ જણાવ્યું છે. તેમજ ત્રણથી ચાર સપ્તાહમાં શાળાની ફી ભરવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત વાલીઓને પ્રથમ સત્રની ફી ભરવા માટે પણ દબાણ કરવામાં આવ્યું છે. જેથી લગભગ 70 જેટલા વાલીઓ સ્કૂલ પર પહોંચી ગયા હતા. જ્યાં સુધી સ્કૂલ શરૂ ન થાય ત્યાં સુધી ફી ન ઉધરાવવા નારેબાજી કરી હતી. આ સાથે જ શાળા દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઈન શિક્ષણમાં અનેક પ્રશ્નો ઉભા થતાં હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.

સ્કૂલ દ્વારા ફી મંગાતી હોવાના વિરોધમાં વાલીઓએ કર્યો હોબાળો
જ્યારે તમામ શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને ઘણા પ્રશ્નો આવે છે, કંઈ સમજાતું નથી. એક મોબાઈલમાં બે વિદ્યાર્થી કેવી રીતે ભણી શકે. શિક્ષિકાઓ ઘરેથી જ અભ્યાસ કરાવે છે. સરખું સમજાતું પણ નથી અને વાલીએ પણ સાથે બેસવું પડે છે. આવી ફરિયાદો વાલીઓએ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.