ETV Bharat / state

સુરતમાં શાળાઓની ફી વધારાના મુદ્દે વાલીઓનો ચોથા દિવસે પણ વિરોધ યથાવત

સુરત : ઉમરા વિસ્તારમાં આવેલી સેવન ડે મેટાસ સ્કૂલ દ્વારા કરવામાં આવેલા ફી વધારાના મુદ્દે વાલીઓનો રોષ ચોથા દિવસે પણ યથાવત હતો. વાલીઓ મોટી સંખ્યામાં શાળા ખાતે પહોંચ્યા હતા અને હાથમાં ગુલાબ અને માથે કાળી પટ્ટી બાંધી ગાંધી ચિધ્યા માર્ગે ફી વધારાને લઇ શાળા સંચાલકો સામે વિરોધ નોંધાવ્યો હતો.શાળા દ્વારા 40 થી 50 ટકા ફી વધારો કરવામાં આવ્યો છે, ત્યારે ફી ઘટાડો નહીં કરવામાં આવે તો ભૂખ હડતાળ સુધીની ચીમકી પણ વાલીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

ફી વધારાના મુદ્દે વાલીઓનો રોષ ચોથા દિવસે પણ યથાવત
author img

By

Published : Jun 20, 2019, 2:12 PM IST

સુરતની સેવેનથ ડે- મેટાસ સ્કૂલ દ્વારા કોઇ પણ જાણ કર્યા વિના સ્કૂલ ફી માં 40 થી 50 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાના આરોપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે .છેલ્લા ચાર દિવસથી વાલીઓ શાળા બહાર મોરચો માંડી ફી વધારા મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે.વાલીઓના વિરોધ વચ્ચે હમણાં સુધી શાળા સંચાલકોના પેટનું પાણી સુદ્ધા હલ્યું નથી.જેથી વાલીઓ પણ શાળા સંચાલકો સામે આક્રમક બન્યા છે અને લડી લેવાનું મન બનાવી ચૂક્યા છે.વાલીઓના રોષના પગલે શાળા બહાર પોલીસ દ્વારા બેરીકેટ પણ ગોઠવી દેવામાં આવ્યા છે.

શાળા ફી વધારાના મુદ્દે વાલીઓનો રોષ ચોથા દિવસે પણ યથાવત

આ સાથે વાલીઓના ઉગ્ર રોષ વચ્ચે ચુસ્ત પોલીસ કાફલો પણ શાળાના ગેટ બહાર ગોઠવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગત રોજ શાળા સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી વચ્ચે બેઠક મળી હતી.જે બેઠક બાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતેના ચાર અધિકારીઓ અગિયાર વાગ્યાના અરસામાં શાળાએ પહોંચશે અને FRCના તમામ કાગળોની તપાસ કરી રિપોર્ટ FRC કમિટ ને સોંપવામાં આવશે.જો શાળાની મનમાની બહાર આવશે તો કમિટી દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

R_GJ_05_SUR_20JUN_SHALA_FEE_VIDEO_SCRIPT

Feed by FTP

સુરત : ઉમરા વિસ્તારમાં આવેલ સેવન ડે મેટાસ સ્કૂલ દ્વારા કરવામાં આવેલ ફી વધારા મુદ્દે વાલીઓનો રોષ ચોથા દિવસે પણ  યથાવત જોવા મળી રહ્યો છે... આજરોજ વહેલી સવારથી વાલીઓ મોટી સંખ્યામાં શાળા ખાતે પહોંચ્યા છે અને હાથમાં ગુલાબ  અને માથે કાળી પટ્ટી બાંધી ગાંધી ચિધ્યા માર્ગે ફી વધારાને લઇ શાળા સંચાલકો સામે વિરોધ નોંધાવી રહ્યા છે.શાળા દ્વારા 40 થી 50 ટકા ફી વધારો કરવામાં આવ્યો છે.. ત્યારે ફી  ઘટાડો નહીં કરવામાં આવે તો ભૂખ હડતાળ સુધીની ચીમકી પણ વાલીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે

સુરત ની સેવેનથ ડે- મેટાસ સ્કૂલ દ્વારા કોઇ પણ જાણ કર્યા વિના સ્કૂલ ફી માં 40 થી 50 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાના આરોપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે .છેલ્લા ચાર દિવસથી વાલીઓ શાળા બહાર મોરચો માંડી ફી વધારા મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા છે.. વાલીઓ ના વિરોધ વચ્ચે હમણાં સુધી શાળા સંચાલકોના પેટનું પાણી સુદ્ધા હલ્યું નથી.જેથી વાલીઓ પણ શાળા સંચાલકો સામે આક્રમક બન્યા છે અને લડી લેવાનું મન બનાવી ચૂક્યા છે... વાલીઓના રોશના પગલે શાળા બહાર પોલીસ દ્વારા બેરીકેટ પણ ગોઠવી દેવામાં આવ્યા છે.

આ સાથે વાલીઓના ઉગ્ર રોષ વચ્ચે ચુસ્ત પોલીસ કાફલો પણ શાળાના ગેટ બહાર ખડકી દેવાયો છે.... મહત્વનું છે કે ગત રોજ શાળા સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી વચ્ચે બેઠક મળી હતી ...જે બેઠક બાદ આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતેના ક્લાસ ટુ ના ચાર અધિકારીઓ અગિયાર વાગ્યાના અરસામાં શાળાએ પોહચશે અને એફઆરસી ના તમામ કાગળો ની તપાસ કરી રિપોર્ટ એફઆરસી કમિટી ને સોંપશે.જો શાળા ની મનમાની બહાર આવશે તો એફઆરસી કમિટી દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.