સુરત: સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ કઈ રીતે સકારાત્મક ઉર્જા મેળવી શકે આ માટે સુરતના કતારગામ વિસ્તાર ખાતે આવેલા નાલંદા વિદ્યાલયમાં સમૂહ હનુમાન ચાલીસ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 21 વખત 3100 જેટલા વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
હનુમાન ચાલીસાનો પાઠ: સુરતના કતારગામ વિસ્તારમાં ચારે બાજુ હનુમાન ચાલીસા પાઠનું ઉચ્ચારણ સાંભળવા મળી રહ્યું હતું. કારણ કે આ વિસ્તારમાં આવેલા નાલંદા વિદ્યાલયના આશરે 3100 હજારથી વધુ વિદ્યાર્થીઓએ એક સાથે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. આયોજનમાં બાળકો રામ, સીતા અને લક્ષ્મણ તેમજ હનુમાન બનીને પણ આવ્યા હતા . આયોજન માટે દરેક બાળકોને હનુમાન ચાલીસા આપવામાં આવી હતી. જેને જોઈ બાળકોએ 21 વખત હનુમાન ચાલીસાનો પાઠ કર્યું હતું.
આ પણ વાંચો Navsari news: એકડો ધુંટવાની ઉંમરે બાળકે હનુમાન ચાલીસા કંઠસ્થ કરી
પાઠ આયોજન: વસુદેવ કુટુંબકમ આખો વિશ્વ આપણો પરિવાર છે. આપણા બાળકોની અંદર આ વાત સંચય થાય અને એક સંદેશ જાય એટલા માટે અમે આજે 3100 બાળકો સાથે 21 વખત હનુમાન ચાલીસા પાઠ આયોજન કરવામાં આવ્યા છે. જે કતારગામ વિસ્તાર ખાતે આવેલા નાલંદા વિદ્યાલય આયોજિત કરવામાં આવ્યું છે. આ વિસ્તારના લોકો માટે ગર્વની વાત છે. બાળકોએ સમુહ હનુમાન ચાલીસા પાઠ કરીને સારો સંદેશ મેળવ્યો છે. જેથી બાળકોની અંદર સારા સંસ્કારનો સિંચન થાય આ માટે આયોજન કરવામાં આવ્યું હતું--નાલંદા વિદ્યાલયના આચાર્ય શિવ મિશ્રા
આ પણ વાંચો ચાલીસાની રાજનીતિ : અઝાન સમયે જ શા માટે કરવામાં આવી રહ્યા છે હનુમાન ચાલીસાનો પાઠ ?
વિદ્યાર્થીઓ આનંદ: આજે અમારા શાળા દ્વારા આયોજિત સમૂહ હનુમાન ચાલીસા માં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધા છે જેના કારણે વિદ્યાર્થીઓ આનંદ માણી રહ્યા છે. આમ તો ઘરે અમે દરરોજ હનુમાન ચાલીસા નો પઠન કરતા હોઈએ છીએ પરંતુ શાળામાં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે--વિદ્યાર્થીની જીયા પ્રજાપતિ
સકારાત્મક ઉર્જા મળશે: સાથે તેઓએ જણાવ્યું હતું કે જે રીતે 21મી સદીમાં બાળકો અન્ય દિશામાં જઈ રહ્યા છે. ખાસ કરીને બોલીવુડ અને હોલીવુડ ને વધારે પસંદ કરી રહ્યા છે. તો આપણે પોતાના ધર્મ વિશે જાણે અને ખાસ કરીને હનુમાન ચાલીસા વિશે જાણે તે માટે આયોજન કરાયું હતું. કારણ કે હનુમાન ચાલીસાની અંદર એક સકારાત્મક ઉર્જા છે. તેના વાંચન થી બાળકો જે ધારે તે હાંસલ કરી શકે છે.