સુરત શહેરમાં અંગ ડોનેટને લઈને ધીરે ધીરે લોકોમાં જાગૃતતા વધી રહી છે. ત્યારે સિવિલ (Surat New Civil Hospital) હોસ્પિટલમાં એક અઠવાડિયામાં પાંચમી વખત અંગ ડોનેટ કરવામાં આવ્યું છે. રમશે બિર્જાશંકર વર્મા નામના વ્યક્તિ નવાપુર પાસે આવેલું પીપોદરા સાઈડ ઉપર પાછળથી અજાણ્યા વાહન ચાલે કે ટક્કર મારી હતી. જેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગતરોજ તેમને બ્રેઇન ડેડ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પરંતુ તેમના પરિવાર દ્વારા બે કિડનીનું ડોનેટ કરી બે લોકોને નવું જીવન આપ્યું છે. (Organ Donation in Surat)
બે લોકોને નવું જીવન મળશે જોકે નવી સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં આ પાંચમી વખત અંગ ડોનેટની ઘટના છે. જોકે નવી સિવિલ હોસ્પિટલમાં એક જ અઠવાડિયામાં આ પાંચમી વખત અંગ ડોનેટની ઘટના છે. ત્યારે મૃતકના મોટાભાઈ વીરેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે, મારા ભાઈનું અકસ્માત થયું હતું. અકસ્માત બાદ તેમને બ્રેઇન ડેડ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેને લઈને શરીરની બે કિડની ડોનેટ કરવામાં આવી છે. જેથી અન્ય બે લોકોને નવું જીવન મળશે. (Organ donation in Surat Civil Hospital)
સારવાર દરમિયાન મૃત્યુ લોકોને હું કહેવા માંગીશ કે, જો તમારા પરિવારના કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ હોય તો તેમના શરીરના કેટલાક અંગ આપણે ડોનેટ કરી દેવું જોઈએ. જેથી આપણે અન્ય લોકોને નવું જીવન આપી શકીએ છીએ. વધુમાં જણાવ્યું કે, નવી સિવિલ હોસ્પિટલની અંગ ડોનેટ ડોક્ટરો દ્વારા તેમના પરિવારને અંગદાન વિશે માહિતી આપવામાં આવી ત્યારબાદ પરિવારે ગઈકાલે રાતે જ રમેશના બે કિડની ડોનેટ કર્યું હતું. (Ant donation in Surat)