સુરત: સુરત જિલ્લા જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. એશિયાની સૌથી હાઈટેક ગણાતી જેલમાં સળગે એવો સામાન કેવી રીતે પહોંચ્યો તેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે આ પ્રકારનું ચેકિંગ ચાલી રહ્યું હતું એ સમયે કેદીઓએ થાળી વગાડીને આ સરપ્રાઈઝ ચેકિંગનો વિરોધ કર્યો હતો. જોકે તપાસનો વિષય એ છે કે દરેકમાં આગ લાગવાના મામલે હવે કોની સામે પગલાં લેવામાં આવે છે.
દરોડા પાડી કાર્યવાહી: જેલમાં સરકાર દ્વારા દરોડા પાડી સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. સુરતના લાજપોર જેલમાં પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા સાથે પોલીસ જવાનો જેલની અંદર પહોંચ્યા હતા. જ્યારે જેલમાં પોલીસ દ્વારા દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન સુરત જેલમાં કેદીઓ દ્વારા આગ લગાડી દેવામાં આવી. કેદીઓ પાસે માચીસ પેટી કઈ રીતે આવીએ મોટો પ્રશ્ન છે. આ ઘટના અંગે ગૃહ વિભાગ દ્વારા મોડી સાંજે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.
અફરાતફરી મચી:રાજ્યની મોટી જેલોમાં દરોડા પાડી ચેકિંગની ઘટના હાથ ધરવામાં આવી હતી. ગૃહ મંત્રાલય દ્વારા કરાયેલ સર્જીકલ સ્ટ્રાઈકની ઘટનાના કારણે જેલની અંદર અફરાતફરી મચી જવા પામી હતી. જ્યારે સુરત લાજપોર જેલમાં જ્યારે કેદીઓને ખબર પડી કે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. તો કેટલાક કેદીઓએ બેરકની અંદર આગ લગાડી હતી. એશિયાની સૌથી હાઈટેક જેલ ગણવામાં આવતી લાજપોર જેલમાં કઈ રીતે માં માચીશની પેટી આવી તે અંગેની તપાસ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો Operation Jail: ભુજની જેલમાંથી દરોડા દરમિયાન મળ્યા મોબાઈલ ફોન, કોની સામે કોણ મહેરબાન?
10 થી વધુ મોબાઈલ ફોન: આ ચેકિંગ દરમિયાન જેલમાંથી 10 થી વધુ મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. કેદીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઇ હતી જેથી તમામ સુરક્ષા વ્યવસ્થા કરીને જો પોલીસ કર્મીઓ જેલની અંદર પ્રવેશ કર્યા હતા. સુરત લાજપોર જેલની વાત કરવામાં આવે તો અહીં ચારેય બાજુ સીસીટીવી કેમેરા લાગ્યા છે. થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા થી પાસ થઈ કોઈપણ વ્યક્તિ જેલની અંદર પ્રવેશ મેળવી શકે છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં મોબાઇલ ફોન અને માદક પદાર્થ મળી આવતા જેલ પ્રશાસન ઉપર મોટો પ્રશ્ન ઉભો થયો છે. અગાઉ પણ લાજપોર જેલની અંદરથી મોબાઇલ ફોન મળી આવ્યા છે. જેની અંદરથી માદક પદાર્થ ક્યાંથી આવ્યા તે અંગેની તપાસ હવે ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે. સાથે જે હિંસાની ઘટના બની છે તે અંગેની પણ તપાસ રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે તે અંગે પણ ટૂંક સમયમાં કાર્યવાહી થઈ શકે છે.
ટ્યુબલાઈટ કેદીઓએ ફોડી નાખ્યા: પોલીસે ટીયર ગેસ લઈને જેલની અંદર ગઈ હતી. થાળીઓ વગાડી કેદીઓએ દરોડાની કાર્યવાહીનો વિરોધ નોંધાયો હતો. એટલું જ નહીં જેલની અંદર લાગેલા ટ્યુબલાઈટ પણ કેદીઓએ ફોડી નાખ્યા હતા. બેરેકમાંથી માદક પદાર્થો પણ મળી આવ્યા માત્ર આગની જ ઘટના નહીં. જ્યારે પોલીસ કર્મચારીઓ જેલમાં દરોડા પાડી કાર્યવાહી કરી રહ્યા હતા. ત્યારે કેદીઓના બેરેકમાંથી માદક પદાર્થો પણ મળી આવ્યા હતા. ગાંજો સહિતના પદાર્થો મળી આવ્યા હતા. એટલું જ નહીં આ તમામ વસ્તુઓ ઓશીકામાં છુપાઈને રાખવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ જ્યારે ઓશિકાની તપાસ કરી ત્યારે ઓશીકામાંથી ગુટકા તંબાકુ પણ મળી આવ્યા હતા. આ ચેકિંગમાં 20 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, એસપી કક્ષાના અધિકારીઓએ ચેકિંગ માં સામેલ રહ્યા હતા.