સુરત : આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણીને સુરત કૉંગ્રેસમાં જોડાવા માટે શહેર પ્રમુખ નૈષદ દેસાઈએ વિનંતી કરી છે. એટલું જ નહીં તેઓ આમ આદમી પાર્ટીના(Aam Aadmi Party ) તમામ કોર્પોરેટરને ભાજપની જગ્યાએ કૉંગ્રેસમાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ(Invitation to join Congress) આપ્યું છે.
પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા
હાલ જ મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોમાંથી પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા છે. આવનાર દિવસોમાં વધુ ત્રણથી પાંચ જેટલા કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ વચ્ચે સુરત શહેર કૉંગ્રેસે આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party )તમામ કોર્પોરેટરોને કૉંગ્રેસમાં જોડાવા માટે જાહેરમાં આમંત્રણ આપ્યું છે. ભાજપની જગ્યાએ કૉંગ્રેસમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જોડાય આ માટે કૉંગ્રેસ વિનંતી(Invitation to join Congress) પણ કરી રહી છે. એટલું જ નહીં ઉદ્યોગપતિ અને હાલ જ મારી પાર્ટી છોડી દેનાર પણ કૉંગ્રેસમાં જોડાયા આ માટે સુરત શહેર પ્રમુખ સહિત દેખાઈએ આમંત્રણ આપ્યું છે.
આ પણ વાંચોઃ ભાજપમાં જોડાયેલા SMCના કોર્પોરેટર રૂતા કાકડીયાએ કહ્યું, "હું આમ આદમી પાર્ટી સામે કાર્યવાહી કરીશ"
કોર્પોરેટર ભાજપની જગ્યાએ કૉંગ્રેસમાં જોડાય
નૈષદ દેસાઈએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં (Election of Surat Municipal Corporation )આમ આદમી પાર્ટીને જે પણ મત મળ્યા છે તે ભાજપ વિરોધી મતો હતા જેથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જો ભાજપમાં જાય તો તેનો કોઈ અર્થ રહેતો નથી. જેથી આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટર ભાજપની જગ્યાએ કૉંગ્રેસમાં જોડાય. તેઓએ સાથે જણાવ્યું હતું કે મહેશ સવાણી પણ કૉંગ્રેસમાં આવશે તો ખૂબ જ સારું રહેશે કારણ કે તેમના પિતા પણ અગાઉ કૉંગ્રેસ માટે કાર્યો કરી ચૂક્યા છે. આમંત્રણ નહીં પરંતુ અમે વિનંતી કરીએ છીએ કે મહેશ સવાણી કૉંગ્રેસમાં જોડાય. જો મહેશ સવાણી કૉંગ્રેસમાં જોડાશે તો પ્રદેશ સ્તરે તેમને કોઈ હોદ્દો પણ આપી શકાય છે.
આ પણ વાંચોઃ Mahesh Savani Resigns From AAP: ભાજપમાં જોડાઈ શકે છે મહેશ સવાણી! AAPમાંથી રાજીનામા બાદ આપી હિંટ