- સુરત મહાનગરપાલિકાની શાળામાં ધોરણ-11ના ઓનલાઇન વર્ગો શરૂ
- મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની તથા તમામ સ્ટાફ ઉપસ્થિત
- 1,562 વિદ્યાર્થીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા
સુરત : મહાનગરપાલિકાની શાળામાં આજ રોજ ધોરણ-11ના આર્ટ્સ કોમર્સ તથા સાયન્સના ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. જેનું ઉદ્ઘાટન સુરત મહાનગરપાલિકાની ઓફિસમાંથી જ વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર હેમાલી ભોગાવાલા તથા સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 1,562 વિદ્યાર્થીઓ પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
સુરત મહાનગરપાલિકાની 13 શાળાઓમાં 24 વર્ગોની શરૂ
સુરત મહાનગરપાલિકાની શહેરમાં આવેલી કુલ 13 શાળાઓમાં 24 વર્ગોની શરૂ કરવામાં આવ્યા છે. આ શાળાઓમાં આર્ટ્સ, કોમર્સ સાયન્સના વિષય ઉપર અભ્યાસ કરવામાં આવશે. તથા ગુજરાતી હિન્દી તથા મરાઠી માધ્યમમાં પણ અભ્યાસ આપવામાં આવશે.
આ પણ વાંચો : ઓનલાઇન શિક્ષણ મુદ્દે સરકારના દાવા પોકળ, હરિયાણાના આ જિલ્લામાં નેટવર્ક જ નથી
સુરતમાં સાત અલગ-અલગ ભાષાઓમાં શિક્ષણ અપાય છે
સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા એમ જણાવવામાં આવ્યું કે, સુરત શહેર એવું શહેર છે. જ્યાં સાત અલગ-અલગ ભાષાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. આજે ખૂબ જ આનંદની વાત છે કે, ગુજરાતમાં પ્રથમ વખત સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં ધોરણ 11ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
શિક્ષકો તરફથી સારો પ્રભાવ બાળકોના ભવિષ્ય ઉપર સારો પ્રભાવ પાડશે
તેમાં કુલ 1,562 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પહેલી વખત એવું બન્યું છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરપાલિકાની શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. બાળકોને ખૂબ જ સારી સગવડ તથા શિક્ષકો તરફથી સારો પ્રભાવ આપવાથી બાળકોના ભવિષ્ય ઉપર ખૂબ જ સારો પ્રભાવ પડશે.
આ પણ વાંચો : કેરળમાં ઓનલાઇન કલાસની સંખ્યા એક હજારને પાર
આગળના દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ કરાશે
બાળકો આગળ જઈને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે તે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે શાળાઓ છે તે ગુજરાતી, હિન્દી અને મરાઠી માધ્યમમાં શરૂ થઈ રહી છે. આ પ્રથમ તબક્કો છે. આગળના દિવસોમાં બીજા બધા વર્ગો પણ શરૂ કરવામાં આવશે. બીજી બધી ભાષાઓમાં પણ વર્ગો શરૂ કરવામાં આવશે. જે રીતે બાળકોની ડિમાન્ડ થાય તે રીતે પણ વર્ગો શરૂ કરવામાં આવશે.