ETV Bharat / state

સુરતમાં ડીંડોલી ખરવાસ રોડ પર કાર પલટી ખાતા એકનું મોત, બે ઈજાગ્રસ્ત

author img

By

Published : Mar 1, 2021, 7:50 AM IST

સુરત ડીંડોલી ખરવાસ રોડ પર કાર પલટી મારી જતાં એકનું ઘટના સ્થળે મોત થયું છે તેમજ બે ને ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડયા છે. ત્રણે મિત્રો નવસારીમાં બેસણામાં ગયા હતા અને બેસણામાંથી પરત ફરતા અકસ્માત સર્જાયો હતો.

ડીંડોલી ખરવાસ રોડ પર કારે મારી પલટી
ડીંડોલી ખરવાસ રોડ પર કારે મારી પલટી
  • ડીંડોલી ખરવાસ રોડ પર કારે મારી પલટી
  • 1નું મોત, 2ને ઈજા
  • નવસારી બેસણામાંથી પરત ફરી રહ્યા હતા
  • કારચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ફિલ્મી સ્ટાઈલમાં પલટી મારી

સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલ કતારગામ રણછોડ સોસાયટી રહેતો મૂળ મહારાષ્ટ્રના શિંદખેડાનો વતની 36 વર્ષીય ભોજુસીંગ આનંદસિંગ રાજપૂત ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ભોજુ તેઓના મિત્રો પંકજ ચૌધરી અને સતીષ ચૌધરી સાથે સગાના બેસણામાં નવસારી ગયો હતો. નવસારીથી સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે ડીંડોલી ખરવાસ રોડ પર કારચાલક ભોજુ રાજપૂતે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી હતી. બનાવને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં કારચાલક ભોજુસિંગનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે પંકજ ચૌધરી અને સતીષ ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અકસ્માતમાં મોત થતાં ફેલાયો શોક

ભોજુસિંગ રાજપૂત અપરણિત હતા. માતા-પિતા સાથે કતારગામમાં આવેલ રણછોડ પાર્ક સોસાયટીમાં રહેતા હતા. ભોજુસિંગ ડ્રાઈવર તરીકે નોકરી કરી પરિવારને મદદરૂપ થતાં હતા. ભોજુસિંગનું કાર અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોક ફેલાઈ ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.